Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

ગારીયાધારમાં પંકચરની દુકાન ચલાવતા કાકા-ભત્રીજાને ફિલ્મી ઢબે માર પડયો

ફોર વીલ ગાડીમાં હવા પુરવાના પૈસા માંગતા ગ્રાહક ઉશ્કેરાયા

ગારીયાધાર તા. પ :.. એમ. ડી. હાઇસ્કુલ ખાતે વાલમ પંચર દુકાન ચલાવતા અશોકભાઇ રવજીભાઇ મેરની દુકાનમાં કામ કરતા ધર્મેશભાઇ દિનેશભાઇ મકવાણા દ્વારા ફરીયાદ નોંધાવી હતી કે કાકા - ભત્રીજા દુકાને કામ કરતા હોય તે સમયે અલ્ટો ફોર વીલમાં બેસીને ૪ વ્યકિત આવેલ જેમને ગાડીમાં હવા પુરવાની હોય તેમને કોરોના ને હિસાબે તેઓએ જાતે હવા ભરી ત્યારબાદ ફોર વીલમાં આવેલા વિશાલભાઇને હવાના ૧૦ રૂપિયા માંગવામાં આવેલ જે બાબતે ઉશ્કેરાયેલા વિશાલભાઇ કાઠી, ગાજુભાઇ કાઠી, ઉદયભાઇ અને એક અજાણ્યા શખ્સે ફાઇબરના પાઇપ વડે કાકા-ભત્રીજાને લોહીયાળુ અને મુંઢમાર મારી મારી નાખવાની ધમકી આપી હતી.

જે બાબતે ગારીયાધાર પોલીસ દ્વારા આઇ. પી. સી. કલમ ૩ર૩, ૩ર૪, પ૦૬ (ર) ૧૧૪, અને ૧૩પ હેઠળ ગુનો નોંધી તપાસ પી. એસ. આઇ. વી. વી. ધ્રાંગુ દ્વારા હાથ ધરાય હતી.

(11:31 am IST)