Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

વેરાવળ પંથકમાં વરસાદથી હિરણ, સરસ્વતી, કપીલા નદીઓમાં પુર ખેતરો પાણીથી છલકાયા ખેડુતોમાં હરખ

તસ્વીરમાં ખેતરો, વોંકળા અને નદીઓમાં પુર જોવા મળે છે (તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ-પ્રભાસ પાટણ)

પ્રભાસ પાટણ,તા.૫: વેરાવળ પંથકમાં વહેલી સવારના ૫:૩૦ કલાકનાં અરસમાં ગાજ વીજસાથે વરસાદ વરસવાનું શરૂ થયેલ હતું અને બપોર સુધીમાં ૫ ઇંચ જેવો વરસાદ વરસેલ હતો જેથી ચારે બાજુ પાણી-પાણી જોવા મળે છે. અને ખેતરો પાણીથી છલકાયેલ છે.

છેલ્લા કેટલાક દિવસોથી જોરદાર તડકો અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. તેમજ ખેતરોમાં મગફળી સહિતનાં પાકો સુકાઇ રહેલ હતા. જેથી ખેડૂત ખુબ જ મુશ્કેલીમાં હતા પરંતુ એકાએક જોરદાર વરસાદ વરસવાને કારણે ખેડૂતોમાં ખુબ જ આનંદ જોવા મળેલ.

તેમજ ગીરવિસ્તારમાં ભારે વરસાદને કારણે હિરણ, સરસ્વતી અને કપીલા નદીઓમાં પાણી આવેલ છે. આ સમયસર ખુબ જ સારા વરસાદને કારણે લોકો તહેવાર પણ સારી રીતે માણી શકશે.(

(11:27 am IST)