Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

મહિલા આઇ.ટી.આઇની વિદ્યાર્થીનીઓએ બનાવેલ વસ્ત્રોનું કાલથી ત્રણ દિવસીય એકઝીબીશન

ડ્રેસ મેકીંગ, ઇન્ડો વેસ્ટર્ન, જવેલરી સહિતની વસ્તુઓ પ્રદર્શીતઃ ધો.૧૦ પાસ દીકરીઓ માટે વિનામુલ્યે વિવિધ કોર્ષ

રાજકોટઃતા.૨૩, અહિંની સરકારી મહિલા ઔદ્યોગીક તાલીમ સંસ્થા (મહિલા આઇ.ટી.આઇ), બી.ટી. સવાણી કીડની હોસ્પિટલ પાછળ, યુનિવસીર્ટી રોડ રાજકોટ (સીટી) ખાતે તા.૨૪થી ૨૬ (બુધ થી શુક્ર) સુધી સવારે ૧૧ વાગ્યાથી સાંજે ૫ સુધી ફેશન ડીઝાઇન અને ડ્રેસ મેકિંગના તાલીમાર્થીઓ દ્વારા બનાવેલ આધુનિક વસ્ત્રો જેવા કે વન પીસ, ઇન્ડો વેસ્ટર્ન, જવેલરી, સ્કેચ, ટાઇ એન્ડ ડાઇ સેમ્પલ, વેસ્ટમાંથી બેસ્ટ વગેરેનું પ્રદર્શન રાખવામાં આવેલ છે. ૭૫ વિદ્યાર્થીનીઓ દ્વારા બનાવાયેલ વસ્તુઓ  પ્રદર્શીત થશે. જે જાહેર જનતા નિહાળી શકશે.

 મહિલા આઇ.ટી.આઇ.ના હેતલ કિંદરખેડીયા (સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર), સ્નેહલ ગીરી (ફોરમેન ઇન્સ્ટ્રકટર), હેતલ સંજાણવાલા (ફોરમેન ઇન્સ્ટ્રકટર) અને ક્રિના પાવાગઢી (સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર)એ જણાવેલ કે ધો.૧૦ પાસ કરેલ દીકરીઓ ફેશન ડીઝાઇનીંગ, કોમ્પ્યુટર ઓપરેટર પ્રોગ્રામીંગ, ડ્રેસ મેકિંગ, હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર કોર્ષ વિ. કોર્ષનો લાભ લઇ શકે છે. જેમાં  મોટાભાગના કોર્ષ તો વિનામુલ્યે છે અને સંસ્થામાંથી જ તમામ વસ્તુઓ આપવામાં આવે છે. આ કોર્ષતો વિનામુલ્યે છે અને સંસ્થામાંથી જ તમામ વસ્તુઓ આપવામાં આવે છે. આ કોર્ષ કર્યા બાદ દીકરીઓ પોતાનો ઉદ્યોગ શરૂ કરી શકે છે. આ કોર્ષ અંગે વધુ માહિતી માટે ફોન (૦૨૮૧) ૨૫૬૨૮૮૩ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(5:04 pm IST)