Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

રૈયા રોડ પર ત્રણ દુકાનોના છાપરા-ઓટલા તોડી પાડી પાર્કિંગ ખૂલ્લુ કરાવાયું:

કમિશ્નરશ્રી બંછાનિધિ પાની દ્વારા મુખ્ય માર્ગો ઉપર નાગરીકો તથા વાહનોની અવર જવર સુચારૂ રીતે અને વિના વિક્ષેપે સતત રીતે થઇ શકે તે માટે તાજેતરમાં ઝૂંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે ટાઉન પ્લાનીંગ ઓફીસ એમ.ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ રોજ શહેરના વેસ્ટ ઝોન વિસ્તાર રૈયા રોડ પર વોર્ડ નં.૯માં પાર્કિંગ, માર્જીનમાં થયેલ દબાણ/ગેરકાયદેસર બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ તે વખતની તસ્વીર આ કાર્યવાહી દરમ્યાન (૧) શ્રીનાથજી પાંઉભાજી પુલાવ અને ભેળ શિવમ પાર્ક-૧, રૈયા રોડમાંથી પાર્કિંગમાં છાપરાનું દબાણ દુર કરેલ છે. (ર) રામ ઔર શ્યામ ગોલાવાળા શિવમ પાર્ક-ર, રૈયા રોડમાં છાપરાના લોખંડના એંગલ તથા બે પોલી દુર કરાવેલ છ.ે અને (૩) જય બાલાજી (ફાસ્ટ ફુડ) સત્યમ પાર્ક પાસે, રૈયા રોડમાં છાપરાનું દબાણ દુર કરાવેલ છ.ેઆ કામગીરીમાં વિજિલન્સ ઓફીસર શ્રી ચુડાસમા તથા તેનો સ્ટાફ, આ ઉપરાંત ટાઉન પ્લાનીંગ શાખા વેસ્ટ ઝોનના આસી.ટાઉન પ્લાનર એ.એમ.વેગડ, અજય પરસાણા, આર.એન. મકવાણા તથા વેસ્ટ ઝોનનો તમામ ટી.પી.સ્ટાફ હાજર રહેલ. આ ઉપરાંત સ્થળ પર દબાણ હટાવ શાખાનો સ્ટાફ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના નાયબ પર્યાવરણનો સ્ટાફ તેમજ બાંધકામ શાખા, ફાયર બ્રિગેડ શાખાનો સ્ટાફ તથા રોશની શાખાનો સ્ટાફ પણ હાજર રહેલ. આ કામગીરી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.

(4:03 pm IST)