Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

શિક્ષણ સમિતિની આધુનિક સુવિધાઓ સાથેની બે શાળાઓ ભુલકાઓ માટે વિજયભાઇ રૂપાણી દ્વારા ખુલ્લી મૂકાય

રાજકોટ : મહાનગરપાલિકાના સહયોગથી પેરેડાઇઝ હોલ ખાતે ભવ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની સમ્રાટ અશોક પ્રાથમિક શાળા નં. ૪૯ અને શ્રી મધર ટેરેસા પ્રાથમિક શાળા નં. ૮૮ના નવનિર્મિત આધુનિક શાળાઓના નવા બીલ્ડીંગનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું તેમજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી જે શાળામાં અભ્યાસ કરતા હતાં તે શ્રી જે.જે. પાઠક પ્રાથમિક શાળા નં.૧૯ના મેદાનમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય અને શાળાના નવા બિલ્ડીંગના બાંધકામ માટે ખાતમુર્હુત કરવામાં આવેલ. ઉપરોકત ચાર બિલ્ડીંગ સર્વ શિક્ષા અભિયાન, ગાંધીનગર દ્વારા નિર્માણ કરવામાં આવેલ.શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર-વાઇસ ચેરમેન ભારતીબેન રાવલ, શહેર ભાજપ મહામંત્રી અને શિક્ષણ સમિતિના સદસ્ય કિશોરભાઇ રાઠોડ અને તમામ સદસ્યશ્રીઓ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું ફુલહારથી સ્વાગત કરી અભિનંદન પાઠવેલ અને ચેરમેનશ્રી દ્વારા મુખ્યમંત્રીશ્રીને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ તથા વાઇસ ચેરમેન ભારતીબેન રાવલ દ્વારા મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીનું પુસ્તકથી સ્વાગત કરવામાં આવેલ. કાર્યક્રમમાં પધારેલ મહેમાનોના આભારદર્શન શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર મારફત કરવામાં આવેલ.

(4:02 pm IST)