Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

રાજકોટના 'વાય બી સ્પોર્ટસ એકેડેમી'ને 'ડો.અબ્દુલ કલામ ગોલ્ડ સ્ટાર' એવોર્ડ

રાજકોટ તા. ૨૩ : સ્પોર્ટસ ક્ષેત્રે પ્રતિભાઓ ખીલવવામાં જેનો સિંહફાળો રહ્યો છે એવી રાજકોટની 'વાય બી સ્પોર્ટસ એકેડમી' ને આ વર્ષનો 'ડો. એ.પી.જે. અબ્દુલ કલામ ગોલ્ડ સ્ટાર' એવોર્ડ એનાયત થયો છે.

ફેબ્રુઆરી ૨૦૧૯ માં યોજાયેલ એવોર્ડ સેરેમની દરમિયાન દેશભરની શૈક્ષણિક અને તાલીમ સંસ્થાઓને સન્માનીત કરવામાં આવેલ. તેમાં વાય બી સ્પોર્ટસ એકેડેમીને  પણ કલામ એવોર્ડ, ગોલ્ડ મેડલ અને સર્ટીફીકેટ એનાયત કરાયા હતા.

ઉલ્લેખનીય છે કે આ એકેડેમી દ્વારા ક્રિકેટની પાયાની તાલીમ આપવામાં આવે છે. દર શનિવારે ગ્રુપમાં વિદ્યાર્થીઓને ક્રિકેટ કોચીંગ સાથે વ્યકિતત્વ ઘડતરનું કોચીંગ પણ અપાય છે. રોડ સેફટી, ટ્રાવેલીંગ એટીકેટી, હોટલ એટીકેટસ, હેલ્પીંગ હેન્ડ નેચર, લાઇફ સ્કીલ્સ, રૂટીન હોબી અંગે પણ સભાન કરવામાં આવે છે.

યુસુફ બાંભણીયા સંચાલિત આ એકેડેમીમાં તૈયાર થયેલ ૬ ખેલાડીઓએ મે-૨૦૧૯ માં ખંઢીરી સ્ટેડીયમમાં યોજાયેલ એસ.પી.એલ. ટુનાર્મમેન્ટમાં સ્થાન મેળવ્યુ હતુ. અહીં જ તૈયાર થયેલ સિધ્ધાંત રાણાની ઇન્ડીયા ટીમમાં પસંદગી થયેલ છે. સૌરાષ્ટ્રમાં રણજી ટ્રોફી તેમજ અન્ડર-૨૩ માં પણ પ ખેલાડીઓની પસંદગી થયેલ છે. સોરાષ્ટ્રની અલગ અલગ તમામ ડીસ્ટ્રીકટ ટીમોમાં વાયબી સ્પોર્ટસ ક્રિકેટ એકેડેમીના ૩૫ થી ૪૦ ખેલાડી દર વર્ષે પસંદગી પામે છે. એટલુ જ નહીં આર્થીક નબળી સ્થિતી ધરાવતા ખેલાડીઓને વિનામુલ્યે તાલીમ આપવા માટે આ સંસ્થા હંમેશા તત્પર રહી છે. વાય બી સ્પોર્ટસ એકેડેમીની આ સફળતા માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, ભાજપ અગ્રણી નીતીન ભારદ્વાજ, બીસીસીઆઇસના પૂર્વ સેક્રેટરી નિરંજન શાહ, ગાર્ડી અને જીનીયસ ગ્રુપના વડા ડીવી. મહેતા, સૌરાષ્ટ્રના પૂર્વ રણજી ટ્રોફી ક્રિકેટર મહેન્દ્ર રાજદેવનો સહયોગ મળેલ હોવાનું યુસુફ બાંભણીયા (મો.૯૮૨૪૩ ૯૧૦૧૫) એ એક યાદીમાં જણાવેલ છે.

(4:00 pm IST)