Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

હિરૂ સાથે લવમેરેજ કર્યા પછી હવે રવિને રેખા ગમવા માંડી...હિરૂને ઘરમાંથી ભગાડવા મારકુટ

આરટીઓ પાછળ આવેલી મનહર સોસાયટીમાં બનાવઃ કોળી પરિણીતા હોસ્પિટલના બિછાનેઃ પતિના બે સંતાનની માતા સાથેના આડાસંબંધનો વિરોધ કરતાં મારકુટ

રાજકોટ તા. ૨૩: આરટીઓ પાછળ આવેલી મનહર સોાયટીમાં રહેતી કોળી પરિણીતા હિરૂ  રવિ સોલંકી (ઉ.૨૫)ને રાતે પતિ રવિ પ્રેમજીભાઇ સોલંકીએ પોતાને અન્ય પરિણીતા રેખા સાથે લફરૂ થઇ જતાં તેના કારણે ઢીકા-પાટુ અને લાકડીનો માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. હિરૂએ આક્ષેપ કર્યો હતો કે પતિને હવે બીજી ગમે છે એટલે મને ઘરમાંથી કાઢી મુકવા હેરાન કરે છે.

હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. ડી. કે. ખાંભલા અને દિપસિંહ ચોૈહાણે બી-ડિવીઝનમાં જાણ કરી હતી. હીરૂબનના કહેવા મુજબ તેણીએ લગ્ન સાત વર્ષ પહેલા રવિ સાથે લવમેરેજ કર્યા છે. રવિ ઇમિટેશનનું કામ કરે છે. તેણીના માવતર ચોટીલાના ગુંદાળામાં રહે છે અને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે. પતિને રેખા નામની  બે સંતાનની મા સાથે આડાસંબંધ હોઇ તેની પોતાને જાણ થઇ જતાં પોતે આ સંબંધ તોડી નાંખવા પતિને સમજાવતી હોઇ પતિને ન ગમતાં મારકુટ કરી હતી. પતિ રવિને ત્રણેક વર્ષથી આડાસંબંધ હોવાનું પણ હિરૂબેને જણાવ્યું હતું.

(3:46 pm IST)