Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

'તું કેમ મને બોલાવતી નથી?'કહી અનિલ મકવાણાએ પૂર્વ પ્રેમિકાને છરી ઝીંકી પતાવી દેવાની ધમકી દીધી

ખોખડદડ નદી કાંઠે વેલનાથપરામાં બનાવઃ યુવતિ એકલી હતી ત્યારે ઘરમાં ઘુસી ગયો, પહેલા ગાળો દીધી પછી છરી હુલાવીઃ આજીડેમ પોલીસે ગુનો દાખલ કરી હુમલાખોરની શોધખોળ આદરી

રાજકોટ તા. ૨૩: ખોખડદડ નદીના પુલ પાસે વેલનાથપરામાં રહેતી કોળી યુવતિને 'તું કેમ મારી સાથે બોલતી નથી?' કહી પૂર્વ પ્રેમીએ છરી ઝીંકી મારી નાંખવાની ધમકી આપતાં મામલો પોલીસમાં પહોંચ્યો છે.

આજીડેમ પોલીસે આ અંગે વેલનાથપાર્કમાં રહેતી ૧૯ વર્ષની યુવતિની ફરિયાદ પરથી વેલનાથ પાર્કમાં જ રહેતાં અનિલ મકવાણા સામે ગુનો નોંધ્યો છે.

યુવતિઅ ફરિયાદમાં જણાવ્યું છે કે હું માતા-પિતા સાથે રહુ છું અને ધોરણ-૭ સુધી ભણેલી છું. સોમવારે સાંજે સાડા ચારેક વાગ્યે હું ઘરે એકલી હતી ત્યારે અગાઉ મારે જેની સાથે પ્રેમસંબંધ હતો તે અનિલ મકવાણા આવ્યો હતો અને 'તું કેમ મને ત્રણ ચાર મહિનાથી બોલાવતી નથી?' તેમ કહેતાં મેં તેને 'મારે તારી સાથે સંબંધ નથી રાખવો' તેમ જણાવતાં તેણે ઉશ્કેરાઇ જઇ ગાળો દેતાં ગાળો બોલવાની ના પાડતાં તેની પાસેની શાકભાજી સુધારવાની છરીથી મને જમણા બાવડામાં એક ઘા મારી દઇ સંબંધ નહિ રાખ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી જતો રહ્યોહ તો.

આ બનાવ બાદ મેં મારા માતા અને ભાઇને તેમજ બનેવીને જાણ કરતાં તેઓ આવ્યા હતાં અને મને સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાવી હતી. પીએસઆઇ આર. બી. વાઘેલાએ ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

(3:45 pm IST)