Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

વિદેશી દારૂના ગુન્હામાં સામેલ પ્રવિણ ઉર્ફે કિશન પાસામાં ધકેલાયો

રાજકોટ, તા.૨૩: શહેરના કુવાડવા રોડ વિસ્તારમાં વિદેશી દારૂના ગુન્હામાં સામેલ શખ્સને પાસા હેઠળ જેલમાં ધકેલી દીધો છે.

મળતી વિગત મુજબ કુવાડવા રોડ વિસ્તારમાં અગાઉ વિદેશી દારૂના જથ્થા સાથે કુવાડવા રોડ પોલીસ મથકમાં મેસવડા ગામમાં વાડીમાં રહેતો પ્રવિણ ઉર્ફે કિશન ઉર્ફે દરબાર હકાભાઇ ઓરા (ઉ.વ.૨૪) પકડાયો હતો. આ શખ્સને પાસામાં ધકેલવા માટે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે વોરંટ ઇશ્યુ કરતા કુવાડવા રોડ પોલીસ મથકના પી.આઇ.એમ.આર પરમાર પી.એસ.આઇ. એમ.કે.ઝાલા, હેડ કોન્સ હિરાભાઇ રબારી, હિતેષભાઇ ગઢવી, બુટાભાઇ, હિમરાજસિંહ, મનીષભાઇ ચાવડા, અજીતભાઇ, દેવેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઇ સારદીયા અને રઘુવીરભાઇ ગઢવી સહિતે પ્રવિણ ઉર્ફે કિશન ઉર્ફે દરબાર હકાભાઇ ઓરા (ઉ.વ.૨૪)ની પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ જેલમાં ધકેલી દીધો છે.

(3:45 pm IST)