Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

રાજકોટમાં યોજાનાર મહેસુલી કોન્ફરન્સમાં ૩૦૦થી વધુ અધિકારીઓ આવશેઃ વાજપેઇ હોલ ખાતે આયોજન

નોડલ ઓફીસર તરીકે સીટી પ્રાંત-૧: ઇ-ધરા મહેસુલી કેસ-રેવન્યુ એપ્લીકેશન સહિતના મુદા

રાજકોટ તા. ર૩ :.. રાજકોટમાં આગામી ૯ ઓગસ્ટે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના તમામ કલેકટર-એડી. કલેકટર-મામલતદાર -ડે. કલેકટરોની મહત્વની એવી મહેસુલી કોન્ફરન્સ અટલ બિહારી વાજપૈયી હોલ ખાતે સવારે ૧૧ થી ર દરમિયાન યોજાઇ રહી છે.

રાજકોટ કલેકટર તંત્ર યજમાન હોય, નોડલ ઓફીસર તરીકે  સીટી પ્રાંત-૧ શ્રી ચૌહાણની નિયુકિત કરાઇ છે.

આ મહેસુલ કોન્ફરન્સમાં રાજયના મહેસુલ મંત્રી, મહેસુલ સચિવ તથા સૌરાષ્ટ્ર-કચ્છના તમામ મહેસુલી અધિકારીઓ થઇને અંદાજે ૩૦૦ થી વધુ અધિકારીઓ હાજરી આપશે.

આ કોન્ફરન્સમાં બેસ્ટ -લેખન  ઇ-ધરા સોફટ વેર, મહેસુલ કેસોનો ડેટાબેઇઝ અને એન્ટ્રી, ઇન્ટીગ્રેટેડ કેસ રેવન્યુ સીસ્ટમસ, ઇન્ડીગ્રેટેડ ઓન લાઇન રેવન્યુ એપ્લીકેશન, પ્રશ્નોતરી, સુચનો-પ્રતિભાવ, ટેકનોલોજી રીવ્યુ થશે, ત્યારબાદ મહેસુલ સચિવ અને મહેસુલ મંત્રીનું ઉદબોધન અને કોન્ફરન્સપુર્ણ થશે, દરેક જીલ્લાને તમામ તૈયારી સાથે આવવા આદેશો થયા છે.

(3:42 pm IST)