Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

અમારી ભુલ થઇ ગઇ...ગઇ સાંજે જ્યાં હથીયાર ઉગામ્યા'તા એ જ સ્થળે આજે બપોરે ત્રણેય હત્યારાઓએ હાથ જોડ્યા

રાજકોટઃ ભગવતીપરાના સંધી મુસ્લિમ યુવાન રજાક યુસુફભાઇ જૂણેજા (ઉ.૨૧)ને ગત સાંજે ગેલેકસી હોટેલ નીચે મોમાઇ ચા નજીક ભગવતીપરાના જ બે સગા ભાઇઓ સાજીદ રજાકભાઇ ભટ્ટી, મુસ્તાક રજાકભાઇ ભટ્ટી તથા તેના મિત્ર મોરબી રોડ ચામડીયા ખાટકીવાસમાં રહેતાં ઇમરાન મહેબુબભાઇ ભાડુલાએ છરીનો ઘા ઝીંકી તેમજ રિક્ષાની કિકથી ફટકારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્રણેય આરોપીઓ હત્યા કરી ભાગી ગયા હતાં. જેને કલાકોમાં ક્રાઇમ બ્રાંચે પકડી લીધા હતાં. એ-ડિવીઝન પોલીસે ત્રણેયની ધરપકડ કરી આગવી ઢબે સરભરા કરી હતી. આજે બપોરે ત્રણેયને ઘટના સ્થળે પંચનામાની કાર્યવાહી માટે લઇ જવાયા હતાં. ત્રણેયે જાહેરમાં હાથ જોડી ભુલ થઇ ગયાનું કહી માફી માંગી હતી. કાર્યવાહી વખતે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(5:32 pm IST)