Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

દૂધની ડેરીમાં સિકયુરીટી ગાર્ડને દૂધનું ટેન્કર લઇને આવેલા હરિએ માથામાં સળીયો ફટકાર્યો

ટેન્કરનું સીલ તૂટેલુ હોઇ ગાર્ડએ અધિકારીને જાણ કરી દેતાં ડખ્ખો

રાજકોટ તા. ૨૩: દૂધ સાગર રોડ પર દૂધની ડેરીમાં સિકયુરીટી ગાર્ડને દૂધનું ટેન્કર લઇને આવેલા શખ્સે માથામાં લોખંડનો સળીયો ફટકારી લોહીલુહાણ કરી નાંખતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.જી-નાઇન સિકયુરીટીમાં કામ કરતો અમિત રામલાલ કુમાર (ઉ.૨૧)ની નોકરી દૂધની ડેરી અંદર આવતાં દૂધના ટેન્કરોના સીલ ચેક કરવાની હોય છે. આજે હરેશ ઉર્ફ હરિ ધ્રાંગળનું દૂધનું ટેન્કર ડેરીમાં આવતાં તેને અમિતે ચેક કરતાં સીલ તૂટેલુ જણાતાં  અમિતે ઉપરી અધિકારીને જાણ કરી દેતાં ટેન્કરવાળા હરિએ 'તું શું કામ દોઢો થવા ગ્યો?' તેમ કહી માથામાં સળીયો ફટકારી દીધાનું અમિતે જણાવ્યું હતું. હોસ્પિટલ ચોકીના એએઅસાઇ જગુભા ઝાલા અને અક્ષય ડાંગરે થોરાળા પોલીસને જાણ કરી હતી.

(3:40 pm IST)