Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

લક્ષ્મીનગરમાં એકટીવામાં દારૂની ૮ બોટલ સાથે સોહીલ ખેડારા પકડાયો

રાજકોટ તા. ર૩: લક્ષ્મીનગરમાંથી માલવીયાનગર પોલીસે બાતમીના આધારે એકટીવામાં દારૂની ૮ બોટલ સાથે મુસ્લીમ શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની સુચનાથી માલવીયાનગર પોલીસ મથકના પી.આઇ. એન. એન. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જે. એસ. ચંપાવત, એ.એસ.આઇ. વેલુભા ઝાલા હેડ કોન્સ. દીગ્પાલસિંહ જાડેજા, મસરીભાઇ, મયુરસિંહ, ભાવેશભાઇ, ભાવીનભાઇ, કુલદીપસિંહ જાડેજા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે મસરીભાઇને મળેલી બાતમીના અધારે લક્ષ્મીનગર શેરી નં. ૪ માંથી જીજે ૩ કે. એમ. ર૬૮૭ નંબરના એકટીવા લઇને નિકળેલા સોહીલ રઝાકભાઇ ખેડારા (ઉ.વ. ર૦) ને દારૂની ૮ બોટલ સાથે પકડી લઇ રૂ. પ૩,ર૦૦નો મુદામાલ કબજે કર્યો હતો.

(3:39 pm IST)