Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

માધાપરની સોસાયટીઓમાં ભારોભાર ગંદકી- રસ્તાની હાલત ખરાબ-ભૂગર્ભના કનેકશન નથીઃ પાણી માટે વેદનીય વલખા

ગૃહીણીઓ-લોકો કલેકટરના આશરે : આવેદન આપી વિસ્તૃત રજુઆતઃ ૪૦ હજાર લોકોનો વેધક સવાલ...

માધાપર વિસ્તારની સોસાયટીની મહિલાઓ તથા અન્યોએ કલેકટર કચેરી ખાતે કલેકટરને વિવિધ પ્રશ્ને રજૂઆતો કરી આવેદન આપ્યું હતું.

રાજકોટ તા.ર૩ : માધાપર વિસ્તારની સોસાયટીઓના લોકોએ કલેકટરને આવેદન પાઠવી પાણી-ભૂગર્ભ ગટર-રસ્તા સફાઇ અંગે રજુઆતો કરી હતી. આવેદનપત્રમાં ઉમેરેલ કે અયોધ્યા રેસીડેન્સી તથા સિદ્ધિ વિનાયક પાર્ક તેમજ ત્યાં આવેલા એદન્ત ગૃહમંદિર વિગેરે એપાર્ટમેન્ટના રહેવાસીઓ છેલ્લા ૧ર થી ૧પ વર્ષની અહી વસવાટ કરીએ છીએ અને નિયમિત રીતે મકાન વેરો, સફાઇવેરો, અન્ય વેરા ભરપાઇ કરીએ છીએ પરંતુ અમારા વિસ્તારમાં પાણીની પાઇપ લાઇન ન હોય બોરના પાણી આધારિત હોય શિયાળા/ઉનાળામાં પાણી ન હોય પાણી વેચાતું તેમજ ટેન્કરથી લેવું પડે છે. જેેથી અમારી લાંબા સમયથી પાણીની લાઇનની માંગણી છ. જે માટે તાત્કાલીક કાર્યવાહી કરવવા માંગણી છ.ે અમારા વિસ્તારના તમમ રસ્તાઓમાં રૂડા દ્વારા ભૂગર્ભ ગટરની લાઇનો ત્રણ-ચાર વર્ષ પહેલા નાંખવામાં આવેલ છે પરંતુ ભૂગર્ભ કનેકશન આપવામાં આવેલ ન હોય તાત્કાલીક કનેકશન આપવા માટે જરૂરી કાર્યવાહી કરવા તથા આ વિસ્તારના તમામ રસ્તાના ભૂર્ગભ ગટરની લાઇન તેમજ ગેસલાઇન ખોદાણને લીધે રોડ તદ્દન ગયેલ હોય બધા રસ્તા ઉપર વરસાદી પાણી ભરાય છ.ે અને કીચડ તેમજ ગંદકી થાય છે તેની તોડવામાં આવેલ તમામ રસ્તા તેમજ મેઇન રસ્તા પાકા કરાવી આપવા અને અમારા વિસ્તારમાં સફાઇ માટે કોઇ કાયમી વ્યવસ્થા ન હોય ગંદકી ફેલાય છે અને જેનાથી રોગચાળો ફેલાવાનો ભય રહે છે. કચરાપેટી સતત ઉભરાતી હોય છેજે નિયમિત રીતે ઉપાડવામાં આવતી નથી તેમજ ઘરેઘરેથી કચરો લેવા આવતું ટ્રેકટર વાહન નિયમિત આવતુ ન હોય બહુ જ મુશ્કેલી પડતી હોય જેથી આ વિસ્તારની સફાઇ માટે કોઇપણ રીતેે માણસોની વ્યવસ્થા કરી આપશો અને કચરો નિયમિત લેવા વાહન આવે તેમજ પૈટી નિયમિત ઉપડે તે માટે સઘન વ્યવસ્થા કરાવવા અમારી માંગણી છ.ે

આ ઉપરાંત માધાપર ગ્રામ પંચાયતે પાણીના ટેન્કર તાકીદે ચાલુ કરવા અને ૪૦ હજારથી વધુ લોકો ૩પ થી વધુ સોસાયટીમાં રહેતા હોય તે અને ઝડપી કાર્યવાહી કરવા માંગણી કરાઇ હતી.

(3:36 pm IST)