Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

'આત્મનિર્ભર' યોજના અન્વયે વકીલોને પ લાખની લોન આપવા રાજકોટ બાર એસો. દ્વારા મુખ્યમંત્રીને પત્ર પાઠવાયો

રાજકોટ, તા.૬ : વકીલશ્રીઓને સરકારશ્રીની 'આત્મનિર્ભર' યોજના અન્વયે રૂ. પ લાખ સુધીની લોન મળી રહે તે અંગે મુખ્યમંત્રીશ્રી પાસે રાજકોટ બાર એસોસીએશને માંગણી કરી છે.

આજ રોજ વકીલશ્રીઓને સરકારશ્રીની આત્મનિર્ભર યોજના અન્વયે રૂ.પ લાખ સુધીની લોન મળી રહે તે માટે તે અંગે મુખ્યમંત્રીશ્રી પાસે માગણી રાજકોટ બાર એસોસીએશનએ લેખીત સ્વરૂપે ગુજરાત રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ કરેલ હતી. જેમાં જણાવવામાં  આવલ હતું કે ગત ર૦ માર્ચ ર૦ર૦થી સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ અમલી બનેલ હોય અને દિન પ્રતિદિન કોરોના વાયરસનો કેર રાજયમાં વધી રહેલ છે. લોકડાઉનની પરિસ્થિતિને કારણે સમગ્ર રાજયમાંગુજરાત હાઇકોર્ટ સહિત તાબાની તમામ કોર્ટો સંપૂર્ણ બંધ છે. હાલમાં રાજયમાં ૮પ,૦૦૦થી વધુ વકીલો વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા છે અને તેમના પરિવારનું ગુજરાન પણ તેમના વ્યવસાયની આવકના આધારે જ ચાલી રહ્યું છે.

લોકડાઉનની પરિસ્થિતિને કારણે રાજયના ૮પ૦૦૦થી વધુ વકીલો છેલ્લા ત્રણ માસની પરિસ્થિતિને કારણે બેકારી, રોજગારી અને અત્યંત આર્થીક સંકડામણની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે અને હાલ આવક સંપૂર્ણપણે બંધ હોય તેઓ અને તેમના પરિવારની આર્થિક હાલત અત્યંત કફોડી બની ગયેલ છે.

ઉપરોકત સમગ્ર પરિસ્થિતિને ધ્યાને લેતા ભારતના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા જે રૂ. ર૦ લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવેલી છે તેમાંથી અવા રાજય સરકાર દ્વારા બેન્કો સાથે સંકલન કરી રાજયના મામ જરૂરીયાતમંદ વકીલશ્રીઓને રૂ.પ,૦૦,૦૦૦/- સુધીની આર્થિક લોન બેન્કમાંથી વાર્ષિક ર ટકાના દરે મળી રહે તેવી તાત્કાલીક વ્યવસ્થા કરી આપવા મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરવામાં આવેલ કે જેથી વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા દરેક વકીલ મિત્રોને આર્થિક મદદ મળી રહે.

રાજકોટ બાર એસોસીએશનના (પ્રમુખ) બકુલભાઇ વી. રાજાણી (ઉપપ્રમુખ) ઇન્દ્રસિંહ ઝાલા (સેક્રેટરી) ડો. જીજ્ઞેશભાઇ જોશી (જોઇન્ટ સેક્રેટરી), કેતનભાઇ દવે (ટ્રેઝરર) રક્ષીતભાઇ કલોલા (લાયબ્રેરી સેક્રેટરી), સંદીપભાઇ વેકરીયા તથા કારોબારી સભ્યશ્રી અજયભાઇ પીપળીયા, કેતનભાઇ મંડ, ધવલભાઇ મહેતા, પીયુષભાઇ સખીયા, વિજયભાઇ રૈયાણી, પંકજભાઇ દોંગા, વિવેકભાઇ ધનેશા, મનીષભાઇ આચાર્ય,  કૈલાશભાઇ જાની, રેખાબેન તુવાર દ્વારા ઉપરોકત રજુઆતને સમર્થન આપવામાં આવેલ છે.

(2:45 pm IST)