Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

પર્યાવરણનું સંતુલન જાળવવા જનભાગીદારી મહત્વનીઃ બીનાબેન

આઇ.સી.એલ.ઇ.આઇ સાઉથ એશિયા દ્વારા બાયોડાઇવર્સીટી અંતર્ગત વેબિનાર યોજાયોઃ મેયર સહિત ૩૦૦ લોકોએ ભાગ લીધો

રાજકોટઃ પ જુન  વલ્ડ ર્એન્વાયરન્મેન્ટ દિવસ નિમિતે તા.૪ નાં આઇ.સી.એલ.ઇ.આઇ સાઉથ એશીયા દ્વારા ઇનટ્રેક બાયો પ્રોજેકટ અંતર્ગત બાયોડાઇવર્સીટી વિષય પર વેબિનારનું આયોજન કરવામાં આવેલ, જેમાં મેયરબીનાબેન આચાર્યએ પેનલ મેમ્બર તરીકે ભાગ લીધો હતો. આ વેબિનારમાં મેયર સહીત પેનલમાં ડો. વી.બી. માથુર (ચેરપર્સન નેશનલ બાયોડાઇવર્સીટી ઓથોરિટી ચેન્નાઇ), ડો. પ્રદીપસર મુકદમ (મેમ્બર સેક્રેટરી- ગોઆ સ્ટેટ બાયોડાઇવર્સીટી બોર્ડ ગોવા), ડો. રાજન ચેદમબાથ (હેડ સેન્ટર ફોરહેરિટેજ, એન્વાયરોમેન્ટ એન્ડ ડેવલોપમેન્ટ, કોચી), વી. ક્રિષ્ના (અડીશનલ કમિશનર, અર્બન બાયોડાઇવર્સીટી, ગ્રેટર હૈદ્દરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, હૈદ્દરાબાદ),  અને ઈમાનીકુમાર (ડેપ્યુટી સેક્રેટરી જનરલ, આઇ.સી.એલે.ઇ.આઇ એકઝીકયુટીવ ડીરેકટર) પણ જોડાયા હતા. આ વેબિનારમાં કુલ આશરે ૩૦૦ લોકોએ ભાગ લીધેલ.આ વેબિનાર અંતર્ગત બાયોડાઇવર્સીટીના સંરક્ષણ માટે વિવિધ શહેરો દ્વારા કરવામાં આવી રહેલ પ્રયાસો વિષે ચર્ચા વિચારણા કરવામાં આવેલ. જેમાં મેયર બીનાબેન આચાર્યએ રાજકોટ શહેર દ્વારા બાયોડાઇવર્સીટીની દિશામાં થઈ રહેલ વિવિધ પ્રયાસો વિષે જાણકારી આપી હતી. આ પ્રોજેકટ અંતર્ગત તૈયાર કરવામાં આવેલ ટ્રીડેન્સિટી અને નેચરલ એસેટ મેપિંગ, રાંદરડા તથા લાલપરી તળાવના લેન્ડસ્કેપિંગ વિગેરે કાર્યોની સરાહના કરવામાં આવેલ. બાયોડાઇવર્સીટીના સંરક્ષણ માટે જનભાગીદારીના મહત્વ વિષે પણ મેયરશ્રી દ્વારા ચર્ચા કરવામાં આવેલ.વિશેષમાં, મેયરશ્રીએ જણાવેલ કે, બાયોડાઇવર્સીટી પ્રત્યે જાગૃતતા ખુબજ ઓછી છે અને બાયોડાઇવર્સીટી માટે જનભાગીદારી ખુબજ જરૂરી છે. બાયોડાઇવર્સીટીની જાગૃતતા માટે રાજકોટ મહાનગરપાલિકા પ્રયત્ન કરી રહેલ છે અને શહેરમાં વધુમાં વધુ વૃક્ષારોપણ થાય તેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

(2:40 pm IST)