Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

કારોબારી અધ્યક્ષ સામેના કેસમાં તા. રપમીની મુદ્દત

રાજકોટ : જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ કે.પી. પાદરિયા સામેના લાંચ કેસ સંદર્ભે તેમને હોદ્દા પરથી હટાવવાની નોટીસ અપાયેલ. જેની આજે વિકાસ કમિશનર એમ.જે. ઠક્કર સમક્ષ ઓનલાઇન સુનાવણીની મુદત હતી. પાદરિયાએ પ્રારંભે જ કોરોનાનુ કારણ આગળ ધરી તેમજ વકીલ નિયુકત કરી કેસનો અભ્યાસ અને જરૂરી તૈયારી કરવા મુદ્દત માંગેલ. કારોબારી અધ્યક્ષે બે માસની મુદત માંગેલ તેમની વિનંતી વિકાસ કમિશનરે માન્ય રાખી હવે પછીની સુનાવણી માટે તા. રપ ઓગષ્ટની મુદત આપી છે. કારોબારી અધ્યક્ષની ખુરશી પરનું સંભવિત જોખમ ર૦ દિવસ પાછુ ઠેલાયું છે.

(4:33 pm IST)