Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

વોર્ડ નં. ૯ ભાજપ દ્વારા વિજયભાઇના દિર્ધાયુષ્ય માટે પ્રાર્થના

રાજયની પ્રગતિશીલ, પારદર્શક, નિર્ણાયક અને સંવદનશીલ ભાજપ સરકારના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના ૬૪માં જન્મદિવસે વોર્ડ નં. ૯ ભાજપ દ્વારા શિવાલયમાં મહાદેવ સમક્ષ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીની આગેવાનીમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું જીવન મંગલમયની સાથોસાથ દિર્ધાયુ અને નિરોગી રહે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ તકે પૂર્વ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, શહેર ભાજપ મંત્રી વિક્રમ પુજારા, કોર્પોરેટર રૂપાબેન શીલુ, શીલ્પાબેન જાવીયા, વોર્ડ મહામંત્રી હીરેન સાપરીયા, વિરેન્દ્ર ભટ્ટ, દક્ષાબેન વસાણી, જાગૃતિબેન ભાણવડીયા, રક્ષાબેન વાયડા, દેવયાનીબેન માંકડ, મનીષાબેન માકડીયા, અરૂણાબેન પરમાર જયસુખ કાથરોટીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(3:31 pm IST)