Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

૧૦ મી સુધી સવાર-બપોર -સાંજ-વરાળ લ્યો અને કોરોના નાબુદ કરો

૪ થી ૧૦ ઓગસ્ટ વિશ્વ વરાળ સપ્તાહની ઉજવણી : કોવિડ-૧૯ને સ્ટીમ દ્વારા નાકમાંથી જ મારી નાખવાથી તે નાબુદ થશેઃ ડોકટરોની સલાહને અનુસરવા આરોગ્ય સમિતી ચેરમેન જયમીન ઠાકરની અપીલ

રાજકોટ,તા. ૫: વિશ્વભરમાં હાહાકાર મચાવી રહેલ કોરોના વાયરસનો ખાત્મો બોલવવા ૪ થી ૧૦ ઓગસ્ટ સુધી વિશ્વ વરાળ સપ્તાહ ઉજવણી થઇ રહી છે. ત્યારે ૧૦ મી ઓગસ્ટ સુધી દરરોજ સવાર-બપોર-સાંજ એમ ત્રણ ટાઇમ વરાળ (નાસ) લઇ અને કોરોના નાબુદીમાં સહયોગ આપવા મ.ન.પા.ની આરોગ્ય સમિતિના ચેરમેન જયમીન ઠાકેર અપીલ કરી છે.

આ અંગે જયમીનભાઇએ જણાવ્યું છે કે, ડોકટરોના મત મુજબ,  કોવિડ-૧૯ ને સ્ટીમ દ્વારા નાકમાંથી જ મારી નાખવામાં આવે તો કોરોના નાબુદ થઈ શકે. જો દરેકે દરેક જણ સ્ટીમ અભિયાન શરૂ કરી દે તો.  ઉપરોકત દીશા પર કાર્ય કરવા માટે, અમે વિશ્વભરના તમામ લોકોને વિનંતી કરીએ છીએ કે ૦૪મી ઓગસ્ટથી ૧૦ મી ઓગસ્ટ એક સપ્તાહ સુધી 'વરાળ પ્રક્રિયા' શરૂ કરો, એટલે કે સવારે , બપોરે અને સાંજે વરાળ લેવા ની ફકત ૦૫ મીનીટ. એક અઠવાડિયા માટે આ પ્રથા અપનાવીને અમને ખાતરી છે કે જીવલેણ કોવિડ-૧૯ નાબૂદ થઈ જશે. કૃપા કરીને આ સંદેશ તમારા સંબંધીઓ, મિત્રો અને પડોશીઓને મોકલો જેથી આપણે બધા આ કોરોના વાયરસને ભેગા મળીને મારી નાખીએ અને આ સુંદર દુનિયામાં ફરી મુકત પણે હરીફરી શકીએ.

(2:46 pm IST)