Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

પ્રદિપભાઇ ખીમાણીની હાકલ

પ્રત્યેક રઘુવંશી, આરાધ્ય દેવ શ્રી રામના ભૂમિપૂજનને પ્રચંડ ઉત્સાહ - ઉમંગથી વધાવે...

ટીવી પર કાર્યક્રમ નિહાળો : રામધૂનની રમઝટ બોલાવો : મિષ્ટાન ભોજન બનાવી ભગવાનને ધરો : ૫ ઘીના દિવા કરો : આતશબાજી કરો

રાજકોટ : ગુજરાતના તમામ રઘુવંશીઓને રઘુવંશી અગ્રણી પ્રદીપભાઈ ખીમાણી તરફથી સોશ્યલ મીડિયા દ્વારા હાકલ કરવામાં આવી છે કે, રઘુવંશી સમાજનાઙ્ગઆરાધ્ય દેવ ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનું આજે ૫ ઓગસ્ટ ૨૦૨૦,ઙ્ગ બુધવાર ના રોજ અયોધ્યામાંઙ્ગ ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે. લગભગ પોણા ૬૦૦ વર્ષ પછી આ શુભ અવસર ના આપણે સાક્ષી બનવાના છીએ તોઙ્ગ તમામ રઘુવંશીઓને મારી નમ્ર વિનંતી છે કે આ શુભ અવસરને ઉત્સાહ અને ઉમંગથી વધાવી લઈએ.ઙ્ગ

આ ઉત્સવની ભવ્ય ઉજવણી કરી હિંદુ સંસ્કૃતિના પુનરૂત્થાનના આપણે બધા વાહક બનીએ. પ્રદિપભાઇ ખીમાણીના જય સિયારામ

૧. બપોરે જયારે ભૂમિપૂજન ચાલતું હોય એ કાર્યક્રમને ટીવી પર નિહાળીએ અને ઘરે સાથે બેસી રામધૂન કરીએ.ઙ્ગ

૨. બપોરે ખાસ મિષ્ટાન સાથે ભોજન બનાવીને ભગવાન રામને ભોગ ધરાવીને જમીએ.

૩. રાત્રે ૮.૦૦ કલાકે પ્રત્યેક ઘર ની બહાર ૫ ઘી ના દિવા કરવા અને પોતાના ઘરની બધી જ લાઇટ્સ બંધ કરીને દિવાના પ્રકાશની સાથે શંખનાદ અને અન્ય ધ્વનિ ઘોષ કરવો.ઙ્ગ

૪.      દિવા પ્રાગટય બાદ આ શુભ અવસરને દિવાળીની જેમ ઉજવણી કરવા માટે ભવ્ય આતષબાજી પોતાના ઘર આગળ કરીએ.

(1:09 pm IST)