Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

જગદીશ રિક્ષા લઇને ઉભો'તો ત્યારે ભરત છરી સાથે આડે ઉભો રહી ગયો, તેને દૂર જવાનું કહેતાં ધમકી

કોઠારીયા રોડ હુડકો ચોકડીએ બનાવઃ આજીડેમ પોલીસે રાવળદેવ યુવાનની ફરિયાદ નોંધી

રાજકોટ તા. ૭: કોઠારીયા રોડ હુડકો ચોકડીએ રિક્ષા લઇને ઉભેલા યુવાને છરી સાથે ઉભેલા શખ્સને થોડે દૂર જવાનું કહેતાં તેણે ગાળો દઇ મારી નાંખવાની ધમકી આપી હતી.

આજીડેમ પોલીસે આ અંગે કોઠારીયા રોડ હુડકો ચોકડી પાસે રણુજાનગર-૧૩માં  કનૈયા ભંગારવાળી શેરીમાં રહેતાં કારખાનામાં કામ કરતાં તેમજ રિક્ષા હંકારતા જગદીશ ભીખુભાઇ જોગેલા (ઉ.વ.૪૦) નામના રાવળદેવ યુવાનની ફરિયાદ પરથી ભરત ગઢવી નામના શખ્સ સામે ગુનો નોંધ્યો છે.

જગદીશ જોગેલાના કહેવા મુજબ પોતે રાતે પોણા નવેક વાગ્યે કોઠારીયા રોડ હુડકો ચોકડીએ રિક્ષામાં ગેસ ભરાવી મુસાફરો મળે તેની રાહ જોઇ રહ્યો હતો ત્યારે ભરત ગઢવી નામનો શખ્સ રિક્ષા પાસે આવીને છરી હાથમાં રાખી આડો ઉભો રહી જતાં તેને 'આ રીતે છરી સાથે ઉભો રહીશ તો મુસાફર નહિ આવે, થોડો દૂર જા' તેમ કહેતાં  તેણે તારાથી મને દૂર જવાનું કહેવાય જ કેમ? કહી ગાળો દઇ છરી બતાવી મારી નાંખવાની ધમકી આપી ઢીકા-પાટુનો માર માર્યો હતો.  પોતે સારવાર માટે દાખલ થતાં આજીડેમ પીએસઆઇ આર. વી. કડછાએ ગુનો નોંધી ભરતની શોધખોળ હાથ ધરી છે.

(1:05 pm IST)