Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

પત્નીની જાસૂસી કરવા પતિએ ઘરના દરેક ખૂણામાં કેમેરા લગાવ્યા

પત્નીએ ફરિયાદ કરતા મહિલા આયોગે ઘટના પર પતિને દર મહિને ત્રણ હજાર રૂપિયા વળતર આપવાનો આદેશ કર્યો છે.

અગરતલા,તા.૨૩: ત્રિપુરાના અગરતલામાં એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. અહીં એક પતિએ પોતાની પત્ની પર નજર રાખવા માટે દ્યરના દરેક રૂમ અને ખૂણામાં સીસીટીવી કેમેરા લગાવી દીધા. આટલું જ નહીં તે પત્ની સાથે જયાં સૂતો હતો તે બેડરૂમમાં પણ કેમેરા લગાવેલા હતા.

મહિલાએ પાછલા અઠવાડિયે ફરિયાદ નોંધાવી હતી કે લગ્નના ત્રણ વર્ષ બાદ જ તેનો પતિ અને સાસરીયાવાળા દહેજ માટે તેને પરેશાન કરતા હતા. તેના પરિવારે દહેજ આપવા માટે પૈતૃક સંપત્ત્િ। પણ વેચી દીધી તેમ છતાં સાસરાંવાળાની માગણી પૂરી ન થઈ.

મહિલાએ જણાવ્યું કે પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં પતિએ દ્યરમાં બધા રૂમમાં સીસીટીવી કેમેરા લગાવી દીધા. દ્યરના મુખ્ય દરવાજાથી લઈને ફળિયામાં પણ કેમેરા હતા. સીસીટીવી કેમેરાનું મોનિટર મહિલાની સાસુના રૂમમાં હતું. મહિલાએ કહ્યું કે તેનો પતિ અને સાસુ દરેક સમયે તેની પર નજર રાખતા. આ કારણે તે દિવસભર અસહજ રહેતી.

જોકે પતિએ પત્નીના આરોપોને ખોટા ગણાવતા કહ્યું કે તેની પત્ની અન્ય મહિલા સાથે અફેર હોવાની શંકા કરતી હતી. આ કારણે તે દ્યરમાં દુર્વ્યવહાર કરતી. તેણે દ્યરમાં પોતાની સુરક્ષા માટે સીસીટીવી લગાવ્યા છે. તે ઈચ્છતો હતો કે કોઈ ઘટના બને તો તેની પાસે પૂરાવા હોય.

એકશનમાં મહિલા આયોગ

મહિલા આયોગની અધ્યક્ષ બરનાલી ગોસ્વામીએ જણાવ્યું કારણ કોઈપણ હોય પરંતુ પતિએ આ રીતે દ્યરના દરેક ખુણામાં સીસીટીવી નહોતા લગાવવા જોઈતા. આ મામલો અત્યંત ગંભીર છે. કોઈ મહિલા આટલી દેખરેખમાં કેવી રીતે રહી શકે. પતિએ પ્રાઈવેટ જગ્યાઓ પર પણ કેમેરા લગાવ્યા હતા જે ગેરકાયદે છે. મહિલા આયોગે પતિ-પત્નીને વાતચીત દ્વારા મામલો ખતમ કરવા ૪૫ દિવસનો સમય આપ્યો છે. સાથે જ પતિને આદેશ આપ્યો છે કે તે પત્નીને દર મહિને ૩ હજાર રૂપિયા વળતર ચૂકવે.

(3:55 pm IST)