Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

મોદી સરકારની કેન્દ્રીય કર્મચારીઓ-પેન્શનરોને ભેટ

સરકારે નિવૃત કર્મચારીઓ માટે પેન્શનમાં ૭માં પગાર પંચ હેઠળ ફેરફારોને આપી મંજુરી

૩૦ લાખથી વધુ કર્મચારીઓ-પેન્શનરોનાં નિવૃતિના લાભને લઇને ઉભા થયેલા અસમંજસને દુર કરાયું

નવી દિલ્હી તા. ર૩: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર છે. કેન્દ્ર સરકારના રિટાયર્ડ કર્મચારીઓ માટે મોદી સરકારે પેન્શનની અંદર ૭ માં વેતન પંચ હેઠળ ફેરફારોને મંજુરી આપી દીધી છે કેન્દ્રીય કર્મચારીઓને હવે ૭માં વેતન પંચ હેઠળ પેન્શનનો લાભ મળશે.

 

આ સાથે કેન્દ્ર સરકારે ૩૦ લાખથી વધુ કર્મચારીઓ અને પેન્શનધારકોના પેન્શન અને નિવૃતિ લાભ આપવાને લઇને અસમંજસ ને દુર કરેલ છે.

કેન્દ્ર સરકારના નિર્ણય મુજબ આ નિર્ણયનો લાભ એવા કર્મચારીઓ અને પેન્શનરોને મળશે જેઓ ૧લી જાન્યુ. ર૦૧૬ પહેલા નિવતૃ થયા હોય આ નિર્ણયથી સૈન્ય અને અર્ધલશ્કરી દળોના કર્મચારીઓને પણ ફાયદો મળશે. ૭માં વેતનપંચની ભલામણો લાગુ થયા બાદ હવે આ કર્મચારીનાં માસિક પેન્શનમાં વધારો થશે આ નિર્ણયથી માત્ર કેન્દ્ર સરકાર આધિન કર્મચારીઓ-પેન્શન ધારકો જ નહિં પણ અખિલ ભારતીય સેવા (ATS) હેઠળનાઓને પણ ફાયદો થશે.

(3:30 pm IST)