Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

બપોરે ૧૨-૪૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન માં ભારતીય જનતા પક્ષનો અભૂતપૂર્વ વિજય, ૬૦ માંથી ચોપન બેઠકો મેળવી, એનસીપીને ચાર અને કોંગ્રેસને માત્ર એક, કોંગ્રેસના મંજુલાબેન પરસાણા વિજેતા, જૂનાગઢના મેયર પદ ના મુખ્ય દાવેદાર ધીરુભાઈ ગોહેલ, ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, અને પાંચ વખત ધારાસભ્ય ચૂંટાયેલા મહેન્દ્ર મશરૂ સહિત તમામ પેનલનો વિજય થયો છે, નીતિન ભારદ્વાજ સહિતની ટીમ નો વ્યૂહ આબાદ સફળ થયો : સૌરાષ્ટ્રમાં સીઝનનો 25.30 ટકા વરસાદ થયો, કચ્છમાં માત્ર 9.16 : ગુજરાતના ૧૧૪ તાલુકાઓમાં અઢી ઇંચ સુધીનો વરસાદ : 26 જુલાઈ પછી વરસાદ જામે તેવો સંભવ, પાંચ દિવસ અલગ અલગ વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે, અમદાવાદમાં અડધોથી બે ઈંચ વરસાદ : બુધ-ગુરૂ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સારો વરસાદ થશે, રવિવારે સાર્વત્રિક વરસે તેવી સંભાવના : મોદી સરકાર ડિજિટલ રૂપી કરન્સી લોન્ચ કરવા વિચારી રહી હોવાની ભારે ચર્ચા : સાંજ સુધીમાં કર્ણાટકનો ફેંસલો : સરકારને ઘેરવા વ્યુરચના ઘડવા સોનિયા ગાંધીએ વિપક્ષી નેતાઓની બેઠક બોલાવી : આસામમાં વરસાદ પછી ૧૮ ગેંડા સહિત ૧૮૭ વન્ય પશુના મોત : ભારતની સ્પષ્ટતા કાશ્મીર મુદ્દે નરેન્દ્ર ભાઈ એ ક્યારેય ટ્રમ્પની મદદ માંગી નથી : લોકસભા અને રાજ્યસભામાં આ મુદ્દે ભારે ઘમાસાણ

(12:43 pm IST)