Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

મુંબઈમાં ફરે છે ''વૃક્ષોની રાણી'': ઓટો રીક્ષામાં ડઝનેક છોડ

દરેક વ્યકિતએ જીવનમાં બે વૃક્ષ વાવવા જોઈએઃ પ્રકાશ કુમાર

મુંબઈઃ મહાનગરી મુંબઈ જેવા વ્યસ્ત શહેરમાં તમને હરતુ- ફરતુ ગાર્ડન જોવા મળે તો ? નવાઈ જ લાગે. મુંબઈના દહીંસરના રીક્ષા ચાલક પ્રકાશ કુમારે પોતાની ઓટોમાં ડઝનેક છોડ રાખી હરતુ- ફરતુ ગાર્ડન બનાવી દીધુ છે. પ્રકાશ કુમાર કહે છે કે દરેક વ્યકિતએ તેના  જીવનમાં બે વૃક્ષ જરૂર વાવવા જોઈએ. પ્રકાશે ઓટોમાં તુલસી, મોગરો, ગુલાબ, ચમેલી જેવા ડઝનેક છોડનું ગાર્ડન બનાવ્યુ છે. યાત્રીઓને ચારે તરફ હરિયાળી અને સુગંધનો સુખદ અનુભવ થાય છે. પ્રકાશ કુમાર વધુમાં જણાવે છે કે ઓટોમાં છોડ રાખવાનો હેતુ લોકોને પર્યાવરણના જતન કરવા યોગદાન આપવા પ્રેરવાનો છે. ચોમાસા બાદ પ્રકાશ ઓટોમાં અખબાર પણ રાખવાના છે. સ્વચ્છતા માટે તેમણે રીક્ષામાં કચરા પેટી પણ રાખી છે. જે યાત્રી પ્રકાશ કુમારની ઓટો રીક્ષામાં સફર કરે છે તે પોતાના સ્થાને ઉતર્યા પછી રીક્ષા સાથે સેલ્ફી જરૂર લે છે. તેઓ ગાર્ડન વાલે ઓટોભાઈ તરીકે પ્રખ્યાત છે.

(11:59 am IST)