Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

દેશના કેટલાક ધાર્મિક સ્થળો આઠ જૂનથી નહીં ખુલી શકે

સુરક્ષાને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટોની સહમતી : ભીડને નિયંત્રણ કરવી મુશ્કેલ હોઈ મથુરા અને દિલ્હીના મંદિરોના વહિટકારોએ વ્યવસ્થાની અસમર્થતા દર્શાવી

 નવી દિલ્હી, તા. : કોરોના સંકટની મહામારી વચ્ચે તમામ દેશના તમામ ધાર્મિક સ્થળો ખોલવાની મંજુરી અપાશે નહીં.

મથુરાના કેટલાક મોટા મંદિરો અને દિલ્હીના ધાર્મિક મંદિરો જૂનથી ખોલાશે નહીં. જ્યાં સુધી શ્રદ્ધાળુઓની સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરવામાં આવશે નહીં ત્યાં સુધી મંદિરો લોકો માટે ખોલી શકાશે નહીં.

દિલ્હીના પ્રાચીન મંદિરો પૈકી એક યમુના બજાર સ્થિત મરઘટવાળા હનુમાનજીના રુપમાં પ્રસિદ્ધ મદિંરના ટ્રસ્ટે હજુ સંયમ અને સાવધાની રાખતા સુરક્ષા અને બચાવના તમામ ઉપયોગ હોવા છતાં મંદિરના દ્વાર  ખોલવા પર સહમતિ વ્યક્ત કરી છે. મરઘટ વાળા શ્રી હનુમાન મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત વરુણ શર્માએ જણાવ્યું કે, મંદિરમાં આવતા દર્શનાર્થીઓ અને શ્રદ્ધાળુ ભક્તોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ઉપાય કરવામાં આવી રહ્યા છે.

મંદિર વહીવટી તંત્રનું કહેવું છે કે કોરોના પ્રોટોકોલનુ પાલન કરવા પર મંદિરો ખોલવાની મંજૂરી આપવી જોઈએ, અન્યથા કોરોના વાયરસની બીમારીની સંક્રમણ વધી જશે. મંદિરના ટ્રસ્ટના અધિકારીએ કહ્યું કે, મંદિર ખુલવાની સાથે ઉમટનાર ભીડને નિયંત્રિત અને ભગવાનના દર્શનની વ્યવસ્થામાં તંત્રએ મદદ કરવી પડશે.

સિવાય સ્થાનિક વહીવટી તંત્રે પણ અહીંયા સાવધાનીના ઉપાય નક્કી કરવા પડશે. જો મંદિર ખોલવાની મંજુરી આપશે તો મંદિરની બહાર ભક્તો અંતર રાખે તે રીતે હરોળ બનાવાશે.

દરવાજા પર થર્મલ સ્ક્રીનિંગ હશે. દર્શન પહેલા દરેક ભક્તના હાથ સેનિટાઇઝ કરાવાશે. ભક્તોની વચ્ચે ચોક્કસ અંતર રાખવા માટે માપદંડ નક્કી થશે. મંદિરમાં પ્રસાદ ચઢાવવો કે વહેંચવો તેના પર પ્રતિબંધ હશે. વરુણ શર્માએ કહ્યું કે, રોકડ ભેટ કે ચઢાવાની જગ્યાએ ભક્તોની ભાવના અનુરુપ હનુમાનજીને ભેટ અર્પિત કરવાની વૈકલ્પિક અને સુરક્ષિત વ્યવસ્થા કરવામાં આવશે.

(9:12 pm IST)