Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ વધતો રોષ : બૈદેનથી ઘણા પાછળ છે ટ્રમ્પ : ચૂંટણી પહેલા પાંચ મોટા આંચકા: વાંચો ફટાફટ

જ્યોર્જ ફ્લોયડની દર્દનાક હત્યા બાદ દેશભરમાં પોલીસ હિંસા સામેના પ્રદર્શનને દબાવવા ટ્રમ્પના પ્રયાસો નિષ્ફળ

નવી દિલ્હી : ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ અમેરિકામાં રોષ વધતો જાય છે. અશ્વેત જ્યોર્જ ફ્લોયડની હત્યા બાદ દેશભરમાં પોલીસ હિંસા સામેના પ્રદર્શનને દબાવવા ટ્રમ્પના પ્રયાસો નિષ્ફળ ગયા છે. અમેરિકામાં ટ્રમ્પે જે ભાષામાં અમેરિકન લોકતંત્ર અને નાગરિક સ્વતંત્રતા અને આંતરિક બાબતોમાં સૈન્યની ભૂમિકાને વિકૃત કરવાનો પ્રયાસ કર્યો છે તેનો વિરોધ અમેરિકામાં ખૂબ ઝડપથી વધી રહ્યો છે. સૌથી મોટો બળવો એ જ સૈન્ય સિસ્ટમ તરફથી આવી રહ્યો છે જેનો તેમણે રાજકીય રીતે દુરૂપયોગ કરવાનો પ્રયાસ કર્યો છે. પાંચ મોટા આચકા પર એક નજર

1. ટ્રમ્પને સૌથી મોટો આંચકો તેમના પોતાના વહીવટ તરફથી મળ્યો છે. વર્તમાન ડિફેન્સ સેક્રેટરી માર્ક એસ્પરે જણાવ્યુ કે, વિરોધ પ્રદર્શનને રોકવા માટે સૈન્યમાં એક્ટિવ ડ્યુટી હાજર લોકોનો ઉપયોગ નથી થઈ શકતો. સેનાના ટોપના કમાન્ડર માર્ક મિલીએ તો પોતાના તાબા હેઠળ કામ કરતા અધિકારીઓને મેમો મોકલીને જણાવ્યુ કે, તેમનું કાર્ય બંધારણનું રક્ષણ કરવાનું છે. બોલવાની આઝાદી અને શાંતિપૂર્ણ વિરોધ લોકોનો બંધારણીય અધિકાર છે.

દેશના અડધા ડઝનથી વધુ રિટાયર્ડ સંરક્ષણ અને સૈન્ય અધિકારીઓએ ટ્રમ્પ વિરુદ્ધ પોતાના મત વ્યક્ત કરી ચુક્યા છે. ટ્રમ્પના ડિફેન્સ સેક્રેટરી રહી ચુકેલા જિમ મેટિસે જણાવ્યુ કે, તેમણે જીવનમાં પ્રથમ એવા રાષ્ટ્રપતિ જોયા છે, જે અમેરિકન લોકોને જોડતો નથી, જોડાવવાનો દેખાવો પણ નથી કરતો, પરંતુ લોકો વચ્ચે ખાડો ખોદવાનો કામ કરે છે.

2. ટ્રમ્પને બીજો આંચકો મળ્યો છે કે, ચૂંટણી પહેલા અપ્રૂવલ રેટિંગમાં તેમનો ગ્રાફ ઝડપથી ઘટી રહ્યો છે. તાજેતરના ચૂંટણી સર્વેક્ષણોમાં હવે સંભવિત ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડેન તેમનાથી ખૂબ જ આગળ ચાલી રહ્યા છે- 49 ટકા સામે 40 ટકા. મહત્વનું છે કે, રિપબ્લિકન પાર્ટીના આંતરિક સર્વે પણ ટ્રમ્પને આ જ વાત જણાવી રહ્યા છે કે જે રાજ્યોમાં તેમનુ વર્ચસ્વ હતુ ત્યાંના પણ વોટર હાથમાંથી નિકળી રહ્યા છે. આ જ કારણ છે કે, અમેરિકામાં થઈ રહેલી હિંસા વચ્ચે પણ ટ્રમ્પ પોતાની ચૂંટણી ટીમ સાથે બેઠકોમાં વ્યસ્ત છે.

2016ની ચૂંટણીમાં ટ્રમ્પ વ્હાઇટ અને વિદ્યાર્થીઓના વોટથી જીતીની વ્હાઇટ હાઉસની સફળ સર કરવામાં સફળ રહ્યા હતા. જે રાજ્યોમાં આ વોટ સૌથી વધુ કામ આવ્યા હતા તે છે મિશિગન, વિસ્કોન્સિન, ઓહાયો અને એરિઝોના. તાજેતરમાં થયેલા ચૂંટણી સર્વેક્ષણો જણાવે છે કે, આ રાજ્યોમાં જે મતદારોનું વર્ચસ્વ હતું તે લગભગ ખતમ થઈ ગયુ છે. માત્ર એક-બે રાજ્યો છે, જ્યાં તેઓ આગળ દેખાઈ રહ્યા છે, પરંતુ લીડમાં ભારે ભરખમ ઘટાડો થયો છે અને તે બે ટકા પર આવી ગઈ છે જે પહેલા 25 ટકા હતી.

3. ત્રીજો ફટકો તેમની પાર્ટી રિપબ્લિકન પાર્ટીના નેતા આપી રહ્યા છે. અલાસ્કાની રિપબ્લિકન વરિષ્ઠ સેનેટર લીસા મર્કાવસ્કીનાનું એક નિવેદન સામે આવ્યો છે જેમાં તે જણાવે છે કે, ટ્રમ્પ જે પ્રકારની હરકતો કરી રહ્યા છે તેના કારણે તેમના માટે ચૂંટણીમાં ટ્રમ્પનું સમર્થન કરવું તેમના માટે ખૂબ મુશ્કેલ થઈ ગયુ છે. બીજા સેનેટર લિન્ડસે ગ્રેહામે ડિફેન્સ સેક્રેટરી એસ્પરના નિવેદનને યોગ્ય ઠેરવીને એન્ટી ટ્રમ્પના સંકેત આપ્યા છે. આવામાં ડઝનબંધ મોટા રિપબ્લિકન નેતાઓ ટ્રમ્પને બોજા ગણાવી રહ્યા છે.

4. ચોથો આંચકો પણ અમેરિકન સમાજના સારા ગુણો બતાવે છે. અમેરિકન કેથોલિક ચર્ચના અનેક મોટા ધર્મગુરુ પણ ટ્રમ્પની ટીકા કરી રહ્યા છે અને પોપ ફ્રાન્સિસ પણ ફ્લોયડની હત્યા અંગે દુખ વ્યક્ત કરી ચુક્યા છે. પોપે જણાવ્યુ કે, નસ્લભેદનું પાપ નિંદનીય છે.

5. ટ્રમ્પ પર દબાણ અને તણાવની યાદી ખૂબ જ લાંબી છે. કોરોનાને નિયંત્રિત કરવામાં તેમની નિષ્ફળતા એક અલગ વાર્તા રજૂ કરે છે. અત્યાર સુધી કોરોના વાયરસના કારણે એક લાખથી વધુ લોકોના મૃત્યુ નિપજ્યા છે. લોકડાઉનને કારણે અત્યાર સુધી સવા ચાર કરોડથી વધુ લોકો બેરોજગાર તરીકે રજિસ્ટર્ડ થઈ ચુક્યા છે.

ફ્લોયડની હત્યા પછી સ્પષ્ટ થાય છે કે, આખો દેશ નવા વિચારના મૂડમાં છે અને ધ્રુવીકૃત થઈ રહ્યા છે. આવામાં ટ્રમ્પને લાગે છે કે, 5મી જૂનના રોજ જે નવા રોજગારના આંકડા આવ્યા છે તેને તે પોતાની મોટી સફળતા તરીકે રજૂ કરી શકે છે.

મે મહિનામાં 25 લાખ નવી નોકરીઓનું સર્જન થયું છે. છેલ્લા 10 દિવસની દુર્દશા પછી હવે ટ્રમ્પ આ સમાચાર પર નગારા વગાડતા જોવા મળશે. રોજગારના આંકડાથી લગભગ ટ્રમ્પ હેડલાઇન નથી બદલી શકતા. ફ્લોયડના મૃત્યુ પછી ટ્રમ્પે સૈન્યને પોતાના રાજકારણના કેન્દ્ર બિંદુમાં લાવીને મુકી દીધુ છે. અમેરિકા માટે આ સમય ખૂબ જ સંવેદનશીલ છે. અમેરિકનો આ ચૂંટણીમાં ટ્રમ્પની પ્રેસિડન્સી બચાવે કે પછી પોતાને અને પોતાના લોકતંત્રને ખતમ થતાં બચાવે. જવાબ પાંચ મહિના પછી મળશે.

(8:10 pm IST)