Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

અમે સાથે જ રહીશું

હમ સાથ... સાથ... હૈ...કોંગી ધારાસભ્યો ઈન્દ્રનિલના આંગણે

રાજકોટઃ રાજયસભાની ચૂંટણી અગાઉ કોંગી ધારાસભ્યો ખડી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રના ધારાસભ્યોને સાચવવાની જવાબદારી ઈન્દ્રનિલ રાજયગુરૂને સોંપવામાં આવી છે. નીલ સીટી રિસોર્ટ ખાતે ગતસાંજથી કોંગી ધારાસભ્યોનું આગમન થઈ રહ્યું છે. લલીત કગથરા, લલીત વસોયા, પરેશ ધાનાણી, વિક્રમ માડમ, જાવેદ પીરઝાદા તેમજ દિગ્ગજ નેતા અર્જુનભાઈ મોઢવાડીયા પણ અહિં આવી પહોંચ્યા હતા. સતત કામમાં વ્યસ્ત અને મોડીરાત સુધી વ્યવસ્થામાં રત હોવા છતાં ઈન્દ્રનિલ રાજયગુરૂ દ્વારા આજે સવારે નિલસીટી ખાતે અર્જુનભાઈ મોઢવાડીયા, વિક્રમ માડમ, લલીત કગથરા, લલીત વસોયા, હાર્દિક પટેલ સહિતના નેતાઓનું સ્વાગત કર્યુ હતું. જયા સુધી રાજયસભાની ચૂંટણી ન યોજાય ત્યાં સુધી આ ધારાસભ્યો નિલ સીટી ખાતે જ રહેશે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(2:47 pm IST)