Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

યુપી-બિહારમાં ૭૦ ટકા કેસ પાછા આવેલા પ્રવાસી મજુરોના

યુપીમાં ૩૦ લાખ પ્રવાસી મજુરો પાછા આવ્યા છે

નવી દિલ્હી, તા. ૬ :. ભારતમાં શરૂઆતના કોરોના કેસ વિદેશથી પરત આવેલા લોકો અને તેમના કોન્ટેકસ હતા. ધીમે ધીમે જ્યારે કોરોનાના દર્દી વધ્યા તો પ્રકોપ ગામડા કરતા શહેરોમાં ઘણો વધારે હતો. ગામડા સુધી કોરોના પહોંચવાનો મતલબ હતો કે સંક્રમણને રોકવું બહુ મુશ્કેલ બની જશે. સંક્રમણને રોકવા લોકડાઉન જાહેર કરાયુ. બે મહિનાના લોકડાઉન દરમ્યાન બીજા રાજ્યોમાં રહેતા લાખો મજુર પગપાળા અથવા જે પણ સાધન મળ્યુ તેમા પોતાના વતન માટે નીકળી પડયા. જેમ જેમ તેઓ ગામડામાં પહોંચવા લાગ્યા, ગામડામાં પણ કોરોનાના કેસો ઝડપથી વધવા લાગ્યા. ઉત્તર પ્રદેશ હોય કે રાજસ્થાન, ઓરિસ્સા, ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. રિપોર્ટો અનુસાર, યુપી, બિહારમાં ૭૦ ટકા કોરોના કેસ ઘરે પાછા આવેલા પ્રવાસી મજુરોના છે. ઘણા રાજ્યોમાં પ્રવાસી મજુરો પાછા આવ્યા પછી કોરોનાના કેસોમાં ૩૦ થી ૭૦ ટકાનો ઉછાળો આવ્યો છે.

(2:45 pm IST)