Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

રેલવે મંત્રી પિયુષ ગોયલના માતુશ્રી ચંદ્રકાન્તા ગોયલનું નિધન

પિયુષ ગોયલે ટ્વીટ કરીને આપી જાણકરી : લખ્યું , મને હંમેશા પ્રેમ અને સ્નેહ સાથે જીવનનો માર્ગ બતાવ્યો

નવી દિલ્હી : કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલના માતાનું શનિવારે સવારે તેમના નિવાસસ્થાને નિધન થયું છે. ચંદ્રકાન્તા ગોયલ મહારાષ્ટ્રમાંથી ત્રણ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. આ અંગેની માહિતી પિયુષ ગોયલે ટ્વીટ કરીને આપી હતી. પિયુષ ગોયલે લખ્યું કે, ‘મારી માતા જેમણે મને હંમેશા પ્રેમ અને સ્નેહ સાથે જીવનનો માર્ગ બતાવ્યો, તેમનું આજે સવારે નિધન થયું છે.

(1:33 pm IST)