Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

કોંગ્રેસ પોતે જ વેન્ટિલેટર ઉપર, ધારાસભ્યોને ક્વોરન્ટાઈન કરાયા

કોંગ્રેસનું રાજ્યસભાની ચૂંટણી સંદર્ભે રીસોર્ટ પોલિટિક્સ : કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોને એક પછી એક રાજીનામા પડતા જયપુર રીસોર્ટ અને હવે ઝોન વાઈઝ અલગ અલગ રીસોર્ટ ખાતે લઈ જવાવામાં આવ્યા

અમદાવાદ, તા. : ગુજરાતની રાજનિતીમા ધારાસભ્ય રાજીનામા આપવા હવે તે કોમન વાત થઈ ગઈ છે. રાજ્યસભાની ચૂંટણી તારીખે જાહેર થાય અને કોંગ્રેસ પક્ષમાં રાજીનામાનો દોર રૂ થઈ જાય છે. પાર્ટીએ યોગ્ય સ્થાન આપ્યું અથવા  પાર્ટીએ કોઈ સાંભળતું નથી બહાના વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામા પાછળ કારણ ધરે છે. પરંતુ કોંગ્રેસ પક્ષ પણ પોતાના ધારાસભ્યોને એક કરવા સદંતર નિષ્ફળ રહી છે. જ્યારે ધારાસભ્ય તૂટે છે ત્યારે કોંગ્રેસ પક્ષ રીસોર્ટ પર દોટ મૂકે છે. અને ધારાસભ્યોને એક કરવા અને અન્ય ધારાસભ્ય તુટે તેના માટે રીસોર્ટમાં લઈ જવાય છે.

          આ ઘટના રાજનિતીમા નવી નથી. પરંતુ ગુજરાતમાં અનેક વર્ષોના વિરામ બાદ રીસોર્ટ  પોલિટીક્સ ફરી એકવાર ધારાસભ્યોને એક રાખવા રીસોર્ટ લઈ જવાબ રહ્યા છે. ૨૦૨૦માં રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોને એક પછી એક રાજીનામા પડતા જયપુર રીસોર્ટ અને હવે ઝોન વાઈઝ અલગ અલગ રીસોર્ટમા લઈ જવાયા છે. ૨૦૨૦માં રાજ્યસભા ચૂંટણી તારીખે જાહેર થઈ હજુ તો ઉમેદવારો ફોર્મ ભરે છે ત્યા કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાનો દોર રૂ થાય છે એક પછી એક પાંચ ધારાસભ્ય માર્ચ મહિનામાં રાજીનામા આપી દે છે.

          કોંગ્રેસ પક્ષ હરકતમાં આવે છે અને ધારાસભ્યોનો કોરોના મહામારી વચ્ચે ધારાસભ્યોને જયપુર એક પછી એક ધારાસભ્યને ત્રણ ભાગના રીસોર્ટમા મોકલે છે. રાજસ્થાનમાં અશોક ગેહલોત સરકાર હોવાની કોંગ્રેસના ધારાસભ્યોને જયપુર રીસોર્ટમા રખાય છે. ચૂંટણી મોકુફ રખતા તમામ ધારાસભ્ય પરત ફરે છે અને ફરી એકવાર ૧૯ જૂન ચૂંટણી તારીખ જાહેર થાય છે. ત્યાં ફરી એક પછી એક ત્રણ ધારાસભ્ય રાજીનામા આપી કોંગ્રેસમાં હંડકપ મચી જાય છે

          હાલ કોંગ્રેસના તમામ ધારાસભ્યોને ચાર ઝોનમાં અલગ અલગ સિનિયર નેતા જવાબદારીમાં ધારાસભ્ય રીસોર્ટ લઈ જવાયા છે. ઉત્તર ગુજરાતના ધારાસભ્ય સાચવા માટે જગદીશ ઠાકોર અને સિદ્ધાર્થ પટેલ, દક્ષિણ ગુજરાતના ધારાસભ્ય માટે તુષાર ચૌધરી અને ગૌરવ પંડ્યા, સૌરાષ્ટ્રના ધારાસભ્ય માટે અર્જુનભાઈ મોઢવાડી અને પરેશ ધાનાણી અને મધ્ય ગુજરાત માટે રાજ્યસભાના ઉમેદવાર ભરતસિંહ સોલંકી અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સોપાઈ જવાબદારી.

          ૨૦૧૭મા રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય તુટવાની પ્રથા રૂ થઈ છે. ૧૪ થી વધુ ધારાસભ્ય કોંગ્રેસનો હાથ અહેમદ પટેલ ચૂંટણી વખતે છોડી જતા રહ્યા હતા. ત્યારબાદ ૨૦૧૯ ફરી રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના બે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા રાજીનામા આપતા કોંગ્રેસ પક્ષને મોટો ઝટકો આવે છે. ફરી પુરનાવર્તન થયું છે. જેમાં ફરી ૨૦૨૦ ચૂંટણી આઠ ધારાસભ્ય રાજીનામા ધરી દીધા છે. ફરી એક વાર કોંગ્રેસ પક્ષ પોતાની શાખ બચાવવા માટે કોંગ્રેસ રીસોર્ટ પોલિટિકસ રૂ કર્યું છે.

(7:36 pm IST)