Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

સતાવાર જાહેરાતની જોવાતી રાહ

ડોન દાઉદ ઇબ્રાહીમના મોતની ચારેતરફ અફવા

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં છુપાયેલા અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમનું કોરોના વાયરસથી મોતની અટકળો છે. જો કે તેની કોઇ સત્ત્।ાવાર પુષ્ટિ થઇ શકી નથી.  ઇન્ટેલિજન્સ એજન્સીઓના હવાલેથી રિપોર્ટ આવ્યો હતો કે દાઉદ અને તેની પત્ની કોરોના પોઝિટિવ છે. રિપોર્ટસના મતે દાઉદ અને તેની પત્ની કરાચીની આર્મી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. દાઉદના પર્સનલ સ્ટાફ અઇઅને ગાર્ડસને પણ કવારેન્ટાઇન કરાયા છે.

  જો કે દાઉદ ઇબ્રાહીમના કોરોના સંક્રમિત હોવાના રિપોર્ટસને તેના ભાઇ અનીસ ઇબ્રાહીમે નકારી દીધો છે. અનીસે દાવો કર્યો કે ભાઇ સહિત પરિવારના તમામ સભ્ય સ્વસ્થ છે. કોઇપણ હોસ્પિટલમાં દાખલ નથી.  અનીસ ઇબ્રાહીમ જ દાઉદની ડી-કંપની ચલાવે છે. અનીસ યુએઇની લકઝરી હોટલ અને પાકિસ્તાનમાં મોટા કંસ્ટ્રકશન પ્રોજેકટ સિવાય ટ્રાન્સપોર્ટનો બિઝનેસ પણ ચલાવી રહ્યો છે.

  ભારતીય ગુપ્તચર એજન્સીઓના ડરથી તેને પાકિસ્તાનમાં શરણ લઇ રાખ્યું છે. જયાં કરાચીમાં પાકિસ્તાન આર્મી અને આઇએસઆઇ તેની સુરક્ષામાં તૈનાત છે. ભારત તેના કેટલીય વખત પુરાવા રજૂ કરી ચૂકયું છતાંય પાકિસ્તાને હંમેશા પોતાને ત્યાં નથી તેમ કહ્યું છે.

  પાકિસ્તાનમાં કોરોના વાયરસના લીધે સ્વાસ્થ્ય વ્યવસ્થા ચીમરાય ગઇ છે. સંક્રમિતોના કેસમાં પાકિસ્તાને શુક્રવારના રોજ ચીનને પણ પાછળ છોડી દીધું છે. અહીં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા ૮૯૨૪૯થી ઉપર પહોંચી ગઇ છે જયારે ૧૮૩૮ લોકોના મોત થયા છે. કોરોનાના સૌથી વધુ કેસ સિંધ પ્રાંતથી સામે આવ્યા છે જયાં દર્દીઓની સંખ્યા ૩૩૫૩૬ થઇ ગઇ છે.

(12:56 pm IST)