Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

કોરોના વાઇરસથી સંક્રમિત પુરુષોની સંતાન પેદા કરવાની ક્ષમતા ઘટી શકે છે : અંડકોષને નુકશાન થતું હોવાનો ચાઈનીઝ સંશોધકોનો દાવો

બેજિંગ : કોરોના વાઇરસથી સંક્રમિત પુરુષોની સંતાન પેદા કરવાની ક્ષમતામાં ઘટાડો થઇ શકે છે તથા આ વાઇરસની અસરમાં આવી ચૂકેલા પુરુષના અંડકોષને નુકશાન થતું હોવાનો ચાઈનીઝ સંશોધકોએ દાવો કર્યો છે.
ચીનની ગોન્ગાઈ મેડિકલ કોલેજના સંશોધકોના મતે કોરોના વાઇરસથી સંક્રમિત થયેલા પુરુષની ઇમ્યુનીટી એટલેકે વીર્ય પેદા કરવાની ક્ષમતા ઘટી શકે છે.માનવ શરીરમાં આવેલા સેનીમીફેરસને નુકશાન પહોંચી શકે છે. તેથી વીર્ય ઉત્પન્ન થતું પણ અટકી શકે છે.તેવા દાખલા જોવા મળ્યા હોવાનું તેઓએ જણાવ્યું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:21 pm IST)