Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

ચીન પર ભારતનો સૌથી મોટો સર્વેઃ ૮૪ ટકા લોકોએ માન્યું ચીન ખરાબ દેશ

નેટવર્ક ૧૮ના 'ચીન પર શું વિચારે છે દેશ' નામના સૌથી મોટા પોલમાં લગભગ ૭૦ ટકા લોકોએ માન્યું કે ભારત અને ચીન વચ્ચે સંઘર્ષની સ્થિતિ છે

નવી દિલ્હી, તા.૬: ભારતીય સેના અને ચીની પીપુલ્સ લિબરેશન આર્મીના શીર્ષ જનરલો વચ્ચે શનિવારે બેઠક થવા જઈ રહી છે. ભારત-ચીન વાર્તા પહેલા Network 18એ ૪ દિવસ પહેલા ૧૩ ભાષાની ૧૬ વેબસાઇટ અને લગભગ ૧૦૦ સોશિયલ મીડિયા ચેનલો પર એક મહાપોલનું આયોજન કર્યું હતું. આ દરમિયાન લગભગ ૩૧ હજાર લોકોએ પોતાનો મત વ્યકત કર્યો હતો.

નેટવર્ક ૧૮ના 'ચીન પર શું વિચારે છે દેશ' નામના સૌથી મોટા પોલમાં લગભગ ૭૦ ટકા લોકોએ માન્યું કે ભારત અને ચીન વચ્ચે સંદ્યર્ષની સ્થિતિ છે. જયારે ૮૪ ટકા લોકોનું માનવું છે કે ચીન ખરાબ દેશ છે. જયારે ૯૧ ટકા લોકોને એલએસી પર બંને સેનાઓ આમને-સામને હોવાની જાણકારી છે. ૬૧ ટકા લોકોએ ચીન સામે ભારતના પગલાને યોગ્ય માન્યું છે.

પોલમાં ન્યૂઝ ૧૮, મનીકંટ્રોલ, ફર્સ્ટપોસ્ટ અને CNBC-TV18ના ઓનલાઇન પ્લેટફોર્મ સામેલ હતા. જેમાં લગભગ ૯૧ ટકા લોકોએ પોતાનો મત રાખ્યો હતો કે ચીનના ઉત્પાદનનો બહિષ્કાર કરવો જોઈએ.

ચીનના ઉત્પાદનો પર બહિષ્કાર પર પોતાનો મત રાખનાર ૭૨ ટકા લોકોએ કહ્યું કે તે આના પર કોઈ પગલાં ઉઠાવે તો કોઈપણ ચીનનો સામાન ખરીદશે નહીં. જયારે ૨૩ ટકા લોકો ચીનના સામાન ખરીદવામાં કાપ મુકવા તૈયાર છે. ફકત ૪ ટકાનું કહેવું છે કે તે હજુ પણ ચીનનો સામાન ખરીદવાનું યથાવત્ રાખશે.

પોલમાં સામેલ ૫૦ ટકા લોકોએ કહ્યું કે ભારતે તાઇવાનને અલગ દેશનો દરજ્જો આપવો જોઈએ. પોલમાં લગભગ ૯૦ ટકા લોકોએ જિનપિંગના બદલે ટ્રમ્પની પસંદગી કરી હતી. ફકત ૧૦ ટકા લોકોએ જિનપિંગની પસંદગી કરી હતી.ભારતીય સમુદાયના ૯૪ ટકા લોકોનું માનવું છે કે કોરોના વાયરસ સંકટથી નિપટવામાં ચીને બેઇમાની કરી છે. અમેરિકા સાથે ચીનના સંઘર્ષના મામલામાં ૭૪ ટકા લોકોનું માનવું છે કે ભારત બીજિંગ સામે બીજા પક્ષનો સાથ આપે. જોકે તમિલનાડુમાં ૫૧ અને પંજાબના ૫૨ ટકા લોકો ઇચ્છે છે કે ભારતે આ પ્રકારના પગલાથી બચવું જોઈએ.

(10:08 am IST)