Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

કોરોના સંક્રમિતના મામલે ભારતની હરણફાળ ઇટાલીને પણ પાછળ છોડી પહોચ્યું છઠા ક્રમાંકે

ભારતમાં કોરોના સંક્ર્મીતોનો આંકડો 2,36 લાખને પાર પહોંચ્યો

 

નવી દિલ્હી : ભારત સહિત લગભગ સમગ્ર વિશ્વ કોરોના વાયરસ રોગચાળાને લીધે અભૂતપૂર્વ સંકટનો સામનો કરવો પડી રહ્યો છે . તેના ફેલાવાને રોકવા માટે , દુનિયાના તમામ દેશો લડી રહ્યા છે . ભારત માટે કોરોના મામલે ચિંતા જનક સમાચાર છે . ભાત્રતે કોરોના સંક્ર્મીતોની સંખ્યા મામલે ઇટાલીને પાછળ મૂકી દીધું છે . અને અમેરિકા ભણી પોતાની નજરો દોડાવી રહ્યું છે . ભારતમાં કોરોના સંક્ર્મીતોનો આંકડો 2,36 લાખને  પાર કરી ચુક્યો છે . જે ભારત ભારત કોરોના મામલે વર્લ્ડ રેન્કિંગમાં ઇટલી ને પાછળ મૂકી ને છઠ્ઠા ક્રમાંકે પહોચી ગયું છે .

ભારતમાં સતત કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે . વર્લ્ડ રેન્કિંગમાં કોરોના કેસ મામલે હાલમાં અમેરિકા પ્રથમ સાથે છે . જ્યાં કોરોના સંક્ર્મીતોની સંખ્યા ૧૯ , ૩૧ , ૨૫૦ છે . જયારે ૧૧૦૪૭૨ લોકો કોરોનાનો ભોગ બન્યા છે . જયારે ૬૧૮૫૫૪ કેસ સાથે બ્રાઝીલ બીજા ક્રમાંકે છે . જ્યાં ૩૪૦૭૨ લોકો કોરોનાને કારને મૃત્યુ પામ્યા છે .

રશિયા પણ કોરોનાનો શિકાર બન્યું છે . ૪૪૯૮૩૪ કેસ સાથે વર્લ્ડ ક્રમાંક માં ત્રીજા ક્રમાંકે પહોચી ગયું છે . અહીં ૫૫૨૮ લોકોના મોત થયા છે . ૨૮૭૭૪૦ કેસ સાથે સ્પેન ચોથા ક્રમાંકે છે . અહીં ૨૭૧૩૩ લોકોના મોત થયા છે .

યુકે કોરોના સંક્રમણ મામલે પાંચમાં ક્રમાંકે પહોચી ચુક્યું છે . અહીં સંક્ર્મીતોની સંખ્યા ૨૮૩૩૧૧ પર પહોચી ચુકી છે . જયારે ૪૦૨૬૧ લોકો પોતાનો જીવ ગુમાવ્યો છે .

 

(12:32 am IST)