Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

રામજન્મ ભૂમિ આસપાસની આઠ મસ્જિદો, બે દરગાહો કોમી સંવાદિતાનો પડઘો

અયોધ્યા તા. પઃ રામજન્મભૂમિની આસપાસ આવેલી આઠ મસ્જિદો અને બે દરગાહો બે સમુદાયો વચ્ચેના શાંતિપૂર્ણ સહઅસ્તિત્વનો સંદેશ આપે છે. આ મુસ્લિમ ધર્મસ્થાનો કિલ્લેબંધી કરવામાં આવેલા વિસ્તારમાંથી ૧૦૦-ર૦૦ મીટર દૂર આવેલા છે. અહીં દિવસમાં પાંચ વાર નમાઝ પઢવામાં આવે છે. આ ધાર્મિક સ્થળોમાં શિયા મસ્જિદ, ઇમામવાડા અને તે હરીબઝાર જોગીઓ કી મસ્જિદ સામેલ છે. જેને ર૦૦ વર્ષ પહેલા હિન્દુ જોગીઓ દ્વારા બાંધવામાં આવી હતી.આઠ મસ્જિદો સાથે સાથે અહીં આવેલ બે દરગાહોમાં ઉર્સની પણ ઉજવણી થાય છે. આ આઠ મસ્જિદોમાં મસ્જિદ દોરાહીકુઓ, મસ્જિદ માલિ મંદિર કે બગલ, મસ્જિદ કાઝિયાના અચ્ચન કે બગલ, મસિજદ મદાર શાહ, તેહરીબઝાર જોગીઓ કી મસ્જિદ, ખાનકાહે મુઝફફરિયા અને ઇમામવાડા સામેલ છે.અયોધ્યા નગર નિગમના કોર્પોરેટર હાજી અસદ અહમદે ન્યુઝ એજન્સીને જણાવ્યું હતું કે આ અયોધ્યાની મહાનતા છે કે રામમંદિરની આસપાસ આવેલી મસ્જિદો વિશ્વને કોમી સંવાદિતતાનો સંદેશ આપે છે. રામજન્મભૂમિ પરિસર સાથે જોડાયેલી મસ્જિદ અંગે ટિપ્પણી કરતાં રામજન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું હતું કે અમારો વિવાદ ફકત બાબરના નામ સાથે જોડાયેલા માળખા અંગે હતો. અમને અયોધ્યાની અન્ય મસ્જિદો અને દરગાહો સામે કોઇ વાંધો નથી. આ કોમી સંવાદિતાનો નગર છે જયાં હિન્દુ-મુસ્લિમ શાંતિથી રહે છે.

(3:37 pm IST)