Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

નારાયણ રાણેનો ગંભીર આક્ષેપ

દિશાની રેપ બાદ હત્યા કરવામાં આવી, સુશાંતની પણ હત્યા કરાઇ

 મુંબઈ ,તા.૫ : સુશાંતસિંહ રાજપૂત કેસ મામલે બિહાર પોલીસ  અને મુંબઈ પોલીસ આમને સામને છે. આ મામલે દરરોજ નવાં નવાં દાવા કરવામાં આવી રહ્યા છે. આ મામલે બિહાર સરકારે સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. જયારે સોમવારે મુંબઈ પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ કરીને સુશાંતસિંહ કેસમાં તપાસ યોગ્ય દિશામાં ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. હવે આ મામલે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેએ ખૂબ ગંભીર આક્ષેપ લગાવ્યો છે. નારાયણ રાણેનું કહેવું છે કે સુશાંતસિંહે આપઘાત નથી કર્યો, તેની હત્યા કરવામાં આવી છે

નારાયણે રાણેએ પ્રેસ કોન્ફરન્સ કરીને સવાલ ઉઠાવ્યા છે કે સરકાર કોઈને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. સુશાંત સાથે પાર્ટીમાં કોણ હતું, સૂરજ પંચોલીના ઘરે પાર્ટીમાં કોણ કોણ હતું, તેમની શા માટે ધરપકડ નથી કરવામાં આવી? સુશાંતની બાજુમાં ડિનો મોરિયાના બંગલામાં કોણ કોણ હતું? આ તમામ વાત કેમ છૂપાવવામાં આવી રહી છે. અધિકારીઓ કોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. નારાયણ રાણેએ કહ્યુ કે, રિયા ચક્રવર્તી ગાયબ થઈ ગઈ છે. ગત થોડા દિવસોથી પોલીસને પણ તેણી અંગે કોઈ માહિતી નથી. દિશા પર પહેલા બળાત્કાર કરવામાં આવ્યો હતો, બાદમાં તેણીની હત્યા કરવામાં આવી હતી. તેણીએ આત્મહત્યા કરી ન હતી. પોલીસે કેમ ચૂપ છે? પોલીસ શું છૂપાવે છે. આ સરકાર ગુનેગારોને છાવરી રહી છે.

 ૭ જૂનના રોજ દિશા સાલિયાને પાર્ટી કરી હતી .સુશાંતસિંહની પૂર્વ મેનેજર દિશા સાલિયાનના કથિત આત્મહત્યાના કેસ પર સવાલ ઉઠી રહ્યા છે. સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં સાત જૂન, ૨૦૨૦ના રોજ દિશા સાલિયાન પાર્ટીમાં ડાન્સ કરી રહી છે. અને આગલી રાત્રે એટલે કે આઠમી જૂનના રોજ તેણીએ આપઘાત કરી લીધાના સમાચાર આવ્યા હતા. સુશાંતના આપઘાતના છ દિવસ પહેલા દિશાએ આપઘાત કર્યો હતો. દિશાના કેસની ફાઇલ ડિલિટ થવાથી પણ અનેક આશંકાને બળ મળી રહ્યું છે.

 નોંધનીય છે કે સુશાંતસિંહ રાજપૂતે ૧૪ જૂનના રોજ બાન્દ્રા સ્થિત એક ફ્લેટમાં ફાંસી લગાવીને આપઘાત કરી લીધો હતો. મુંબઈ પોલીસે આ મામલે અનેક લોકોના નિવેદન લીધા છે. જેમાં રાજપૂતના પરિવારના લોકો, તેનો કૂક અને ફિલ્મ જગતના લોકો સામેલ છે. બિહાર પોલીસ આ મામલે અલગથી તપાસ કરી રહી છે. સુશાંતના પિતાએ રિયા ચક્રવર્તી સામે સુશાંતને આપઘાત માટે ઉશ્કેરવા અંગેની ફરિયાદ પટનાના એક પોલીસ મથકમાં નોંધાવી છે.

(11:19 am IST)