Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

સેન્સેકસ-ફીકસથી ૮ ગણું રિટર્ન સોનાએ કર્યા રોકાણકારોને માલામાલ

૧ વર્ષમાં સોનાએ લગભગ ૪૦ ટકા રિટર્ન આપ્યું જે ફીકસ ડીપોઝીટ કરતા ૮ ગણુ વધુ છેઃ જો કે લાંબા ગાળામાં શેર બજારે સારૂ રિટર્ન આપ્યું છે : ૧૦ વર્ષમાં સરેરાશ ૧૦ ટકા રિટર્ન આપ્યું છે

નવી દિલ્હી, તા. પ : રોકાણની સુરક્ષા સાથે તેના પર મળતું રિટર્ન કોઇપણ રોકાણકાર માટે અત્યંત મહત્વપૂર્ણ હોય છે. તેને મોટા પાયે એફડી અને શેર સહિત દરેક રોકાણોના વિકલ્પોથી વધુ આગળ છે. છેલ્લા એક વર્ષમાં સોનાના કારણે અંદાજે ૪૦ ટકા રિટર્ન આપ્યું છે જે આ જ સમયગાળામાં એફડી પર મળેલા વ્યાજથી અંદાજે આઠ ગણું વધુ છે. આ સમયગાળામાં શેરોએ અડધા ટકાથી પણ ઓછું રિટર્ન આપ્યું છે. જયારે લિકિવડ ફંડે આ સમયગાળામાં શેરના કારણે અંદાજે ૧પ ગણું વધુ રિટર્ન આપ્યું છે જોકે વિશેષજ્ઞોનું કહેવું છે કે ફકત રિટર્ન જોઇને કોઇ એક વિકલ્પમાં રોકાણ કરવું સમજદારી નથી. પોર્ટફોલીયોમાં એફડી, સોનું, શેર અને મ્યુચુયલ ફંડનું યોગ્ય ગુણોત્તર થવો જોઇએ.

ગોલ્ડ બોન્ડ, ગોલ્ડ એટીએફ, ઇ-ગોલ્ડ સોનામાં રોકાણના યોગ્ય વિકલ્પ છે. ગોલ્ડ બોન્ડમાં સરકારની ગેરન્ટી છે અને તેમાંં ર.પ૦ ટકા વ્યાજ પણ મળે છે જે સોનાના કોઇ અન્ય વિકલ્પમાં નથી. આ ઉપરાંત ગોલ્ડ બોન્ડમાં ઓનલાઇન રોકાણ પર પ૦ રૂપિયાની છુટ પણ મળ છે તેની પરિપકવતાનો સમય આઠ વર્ષ છે, પરંતુ જરૂરીયાત પર પાંચ વર્ષ બાદ પણ ઉપાડી શકે છે. સાથે જ શેરબજારમાં પણ ગમે ત્યારે વેચી શકે છે.

જો કે એવું કરવા પર ટેક્ષ ચુકવવો પડશે. ગોલ્ડ એટીએફ પણ મ્યુચુઅલ ફંડ સ્કીમ છે. તેને પર શેરીની જેમ ખરીદ અને વેચી શકાશે.

તેને મની માર્કેટ ફૂડ પણ કહેવામાં આવે છે. ઓછા સમયગાળા માટે પૈસા લગાવાની સુવિધાના કારણે મની માર્કેટ ફંડને નાના સમયગાળાના યોગ્ય રોકાણના વિકલ્પ તરીકે ઓળખાય છે. લિકવિડ ફંડના રિટર્નનાં વ્યાજ દરોના જણાવ્યા મુજબ ચડ-ઉત્તર આવતો રહે છે આ ફંડની વધુ પડતી મૂડી તે નકકી કરેલી આવકોના માધ્યમોમાં રોકાણ કરવામાં આવે છે. જેની પરિકતવતાનો સમયગાળો એક વર્ષથી ઓછો હોય છે. તે એ રોકાણકારો માટે યોગ્ય માનવામાં આવે છે જે કોઇ કારણ તેમના પૈસા બચત ખાતામાં રાખવાની જગ્યાએ બીજી જગ્યાએ રોકાણ કરીને યોગ્ય રિટર્ન પણ ઇચ્છે છે.

છેલ્લા એક વર્ષમાં શેરના કારણે ભલે રીટર્ન ઓછું આપ્યું છે પરંતુ લાંબા સમયમાં તેને યોગ્ય રિટર્ન આપ્યુ છે. ૧૦ વર્ષમાં  અંદાજે ૧૦ ટકા રિટર્ન શેરના કારણે થયું છે. વિશેષજ્ઞાનું માનવું છે કે શેરમાં રોકાણ કરતી વખતે પાંચ વર્ષથી વધુનો લક્ષ્ય લઇને ચાલવું જોઇએ. સાથે જ નવા રોકાણકારોને સીધા શેરમાં લગાવાની જગ્યાએ ઇકવિટી ફંડ દ્વારા શરૂઆત કરવી જોઇએ.

(11:14 am IST)