Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

ન્યુયોર્કમાં એક સાથે દફનાવવામાં આવી રહી છે ઢગલાબંધ લાશો

નવી દિલ્હી: અમેરિકાના (America) ન્યુયોર્ક (New York) થી જે તસ્વીર સામે આવી છે તે ખૂબ જ ચિંતા જનક અને ડરાવે તેવી છે. અહીં કોરોના (Corona) વાયરસના કારણે દિવસેને દિવસે સ્થિતિ બગજતી જઈ રહી છે. એક દિવસમાં સરેરાશ 500થી વધુ લોકોના મોત થઈ રહ્યા છે. એવામાં અહીં મૃતદેહો (dead bodies)નો ઢગલો થવા લાગ્યો છે. જેના કારણે એક જ કબરમાં તેમને એક સાથે જ દફનાવવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ તસ્વીરો સતત વાયરલ થઈ રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર હાર્ટ દ્વીપ પર એવા લોકોને દફનાવવામાં આવી રહ્યા છે જેમનું આ દુનિયામાં કોઈ નથી. ત્યાંથી આવી રહેલી તસ્વીરોમાં જોઈ શકાય છે કે મોટી મોટી કબરો ખોદવામાં આવી રહી છે. પહેલા અહીં અઠવાડિયામાં ફક્ત એક વખત કબર ખોદવામાં આવતી હતી. પરંતુ હવે મૃતદેહોની સંખ્યા એટલી વધી ગઈ છે કે કબર ખોદવા માટે બહારથી કોન્ટ્રાક્ટર બોલાવવામાં આવ્યા છે.

(6:49 pm IST)
  • અમેરીકામાં સ્ટુડન્ટ લોન ચૂકવણું છ મહિના માટે રદ કરતા ડોનાલ્ડ ટ્રમ્પ access_time 3:38 pm IST

  • કપાસીયા તેલમાં રૂ.૩૦નો ઉછાળોઃ ડબ્બાના રૂ.૧૪૪૦: લોકડાઉનમાં કાચા માલની અછતના લીધે કપાસીયા તેલમાં જબરો ઉછાળો આવ્યો છેઃ ડબ્બાના રૂ.૧૪૪૦ થઇ ગયા છે જયારે સિંગતેલનો ભાવ હાલમાં ડબ્બાના રૂ.૨૨૫૦ આસપાસ હોવાનું જાણવા મળે છે. access_time 11:26 am IST

  • દેશમાં કોરોનાએર વળી કૂદકો માર્યો : 24 કલાકમાં 896 નવા કેસ : કુલ 6761 કેસ થયા : મૃત્યુઆંક 206 ઉપર સ્થિર access_time 8:54 pm IST