દેશ-વિદેશ
News of Friday, 10th April 2020

ન્યુયોર્કમાં એક સાથે દફનાવવામાં આવી રહી છે ઢગલાબંધ લાશો

નવી દિલ્હી: અમેરિકાના (America) ન્યુયોર્ક (New York) થી જે તસ્વીર સામે આવી છે તે ખૂબ જ ચિંતા જનક અને ડરાવે તેવી છે. અહીં કોરોના (Corona) વાયરસના કારણે દિવસેને દિવસે સ્થિતિ બગજતી જઈ રહી છે. એક દિવસમાં સરેરાશ 500થી વધુ લોકોના મોત થઈ રહ્યા છે. એવામાં અહીં મૃતદેહો (dead bodies)નો ઢગલો થવા લાગ્યો છે. જેના કારણે એક જ કબરમાં તેમને એક સાથે જ દફનાવવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ તસ્વીરો સતત વાયરલ થઈ રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર હાર્ટ દ્વીપ પર એવા લોકોને દફનાવવામાં આવી રહ્યા છે જેમનું આ દુનિયામાં કોઈ નથી. ત્યાંથી આવી રહેલી તસ્વીરોમાં જોઈ શકાય છે કે મોટી મોટી કબરો ખોદવામાં આવી રહી છે. પહેલા અહીં અઠવાડિયામાં ફક્ત એક વખત કબર ખોદવામાં આવતી હતી. પરંતુ હવે મૃતદેહોની સંખ્યા એટલી વધી ગઈ છે કે કબર ખોદવા માટે બહારથી કોન્ટ્રાક્ટર બોલાવવામાં આવ્યા છે.

(6:49 pm IST)