Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

સાઉદી અરબમાં કોરોના સંકટ વચ્ચે માત્ર 10 હજાર લોકોને હજયાત્રાનો લાભ મળ્યો

નવી દિલ્હી:સાઉદી અરબમાં કોરોના વાયરસની મહામારીના કારણોસર આ વર્ષે હજ યાત્રા પૂર્ણ થઇ ગઈ છે આ દરમ્યાન સુધી સારી વાત એ છે કે હજ યાત્રા દરમ્યાન કોઈ પણ કોરોના સંક્રમણની ઘટના સામે આવી નથી જેમના પણ  સ્વાસ્થ્યને  થોડી ઘણી મુશ્કેલી થઇ રહી હતી તેમને પહેલેથીજ બહાર કરી દેવામાં આવ્યા હતા.

    દર વર્ષે લાખોની સંખ્યામાં પહોંચનાર શ્રદ્ધાળુઓની તુલનામાં આ વર્ષે કોરોના વાયરસના કારણોસર માટે 10 હજાર લોકોને જ હજ યાત્રાની પરવાનગી આપવામાં આવી હતી. તેમજ યાત્રા દરમ્યાન કડક નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું।

(6:41 pm IST)