Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

ઠાસરા તાલુકાના મંજીપુરા નજીક નકલી પોલીસના સ્વાંગમાં વેપારીને લુંટનાર ટોળકી પૈકી એકની ધરપકડ: 7 ફરાર

ઠાસરા: તાલુકાના મંજીપુરા પાસે રાજસ્થાનના વેપારીને લુંટી લેનાર ઇસમોમાંથી એકની એલસીબી પોલીસે ધરપકડ કરી છે. નડિયાદ પાસે મંદિર બનાવવાનું હોઇ જેના માટે દાનમાં મળેલા ડોલર સસ્તા ભાવે આપવાની લાલચ આપી રાજસ્થાનથી વેપારીને બોલાવવામાં આવ્યો હતો

ઉપરાંત મંદિરના ફર્નીચરનું કામ આપવાનુ હોવાની પણ લાલચ આપવામાં આવી હતી. જેથી રોકડ રકમ સાથે આવેલ વેપારીને પોલીસના સ્વાંગમાં આવેલા કેટલાક ઇસમો લુંટ કરી ફરાર થઇ ગયા હતા. હજુ ઘટનામાં સાત જેટલા ઇસમો ફરાર છે, જેમને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે

(5:47 pm IST)