Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

ગાંધીનગર જિલ્લામાં છેતરપિંડીના કિસ્સામાં વધારો: મેદરામાં જમીન બે વાર વેચી દેતા પોલીસ ફરિયાદ

ગાંધીનગર: જિલ્લામાં જમીનોના ભાવ વધી રહયા છે ત્યારે તેમાં છેતરપીંડીના કિસ્સા પણ વધ્યા છે. ગાંધીનગર નજીક આવેલા મેદરામાં જમીનને બે વખત વેચાણ કરી દેવાતા એક પરિવારના ૧૩ સભ્યો સહિત કુલ ૧પ સામે ડભોડા પોલીસ સ્ટેશનમાં છેતરપીંડી અને ગુનાહિત ષડયંત્રનો ગુનો નોંધાવવામાં આવ્યો છે જેના પગલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.    

અંગે ડભોડા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે ગાંધીનગર શહેરના સે-ર૯માં શ્રીહરી પાર્કમાં રહેતા રાજેન્દ્રભાઈ નટવરભાઈ પટેલે મેદરા ગામમાં બ્લોક નં.૧૪૦ની જમીન ૮૧ લાખની કિંમતે કનુભાઈ રમણભાઈ પટેલ અને ગીરીશભાઈ રમણભાઈ વ્યાસ પાસેથી વર્ષ ર૦૧૬માં ખરીદી હતી. કનુભાઈ અને ગીરીશભાઈએ જમીન મુળ જમીન માલિકો પાસેથી ખરીદી તેનો બાનાખત કરાવ્યો હતો પરંતુ જમીન નવી શરતની હોવાથી તેનો દસ્તાવેજ થઈ શકે તેમ નહોતો. જેથી રાજેન્દ્રભાઈએ કોર્ટમાં કેસ કર્યો હતો. જે કેસમાં સમાધાન થતાં જમીનના મુળ માલિકો ઉદીબેન રામસંગજી ઠાકોર રહે.રાયપુર, સજનબેન રામસંગજી ઠાકોર રહે.ગોળવંટા, હંસાબેન રામસંગજી ઠાકોર, જગાજી રામસંગજી ઠાકોર, ગોવિંદજી રામસંગજી ઠાકોર, વનાબેન ઉદાજી ઠાકોર, વિભાબેન ઉદાજી ઠાકોર, રમીલાબેન ઉદાજી ડાભી, સોનલબેન ઉદાજી ડાભી, કાળાજી ઉદાજી ડાભી, દિનેશજી સબાજી ડાભી, તેજાબેન ડાહયાજી ડાભી અને કનુજી ડાહયાજી ડાભી તેમના ભાગ પ્રમાણે ચેક આપ્યા હતા

(5:46 pm IST)