Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

અમદાવાદની શાહીબાગ પોસ્ટ ઓફિસમાં પાર્સલમાં વિસ્ફોટ થતા અફડાતફડી મચી જવા પામી

અમદાવાદ:શાહીબાગ પોસ્ટ ઓફિસમાં પાર્સલમાં વિસ્ફોટ થતા દોડધામ સાથે આતંક મચી ગયો હતો. પોલીસને જાણ કરાતા બીડીડીએસ અને એફએસએલની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. જોકે બનાવમાં સદ્નસીબે કોઈ જાનહાની થઈ હતી. શાહીબાગ પોલીસે કેસમાં પાર્સલ મોકલનાર શખ્સની ધરપકડ કરીને અન્ય આરોપીઓની શોધ હાથ ધરી છે. પાર્સલ અંજારથી ઉત્તરપ્રદેશ મોકલવામાં આવ્યું હતું પરંતુ સરનામુ બરાબર હોવાથી પાર્સલ પરત અમદાવાદ પોસ્ટ ઓફિસમાં આવ્યું હતું.

બનાવની વિગત મુજબ શાહીબાગ પોસ્ટ ઓફિસમાં ૨૧ જુલાઈના રોજ રાત્રે બનાવ બન્યો હતો. જેમાં પોસ્ટ ઓફિસના અધિકારી ગેમરભાઈ મગનભાઈ રબારી પાર્સલ ચેક કરતા હતા ત્યારે તેમના હાથમાંથી નીચે પડી જતા વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટને પગલે પોસ્ટ ઓફિસમાં ધમાડો ફરી વળ્યો હતો. તાત્કાલિક તેમણે ફાયરબ્રિગેડને અને પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે ફાયર કર્મચારીઓ શાહીબાગ પોલીસ, બીડીડીએસ અને એફએસએલની ટીમ પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. જોકે વિસ્ફોટની તીવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાની થઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું. બનાવને પગલે પોસ્ટ ઓફિસમાં આતંક સાથે દોડધામ મચી ગઈ હતી.

(5:43 pm IST)