Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

૧રર૪ ગામોમાં છેલ્લા ૩ વર્ષમાં એક પણ ગુન્હો નોંધાયો નથીઃ પાવન ગામ તરીકે ઇનામ

૧પ૩૦ ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા ૧.૪૭ કરોડ લાભાર્થીઓને સહાય

ગાંધીનગર તા. ર૩ વિધાનસભામાં પંચાયત મંત્રીએ જણાવેલ કે સમગ્ર દેશમાં ત્રિ-સ્તરીય પંચાયતી રાજ અમલમાં આવેલ છે. ગુજરાત રાજમાં પ્રોજેકટના સુચારૂ અમલ માટે ગુજરાત પંચાયત અધિનીયમ ૧૯૬૧ અમલમાં આવેલ છે. ગુજરાત રાજયના ગામડામાં વસતા લોકોની સુખાકારી માટે રાજય સરકારે કૃષિ, શિક્ષણ, આરોગ્ય, સમરસ્તા અને સાયન્સ, ટેકનોલોજી ક્ષેત્રે વિવિધ યોજનાઓનો અમલ કરવામાં આવે છે.

ઇન્ફોરમેશન ટેકનોલોજી

ઇ-ગ્રામ વિશ્વગ્રામનો આદર્શ પુર્ણ કરવા રાજય સરકાર દ્વારા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતમાં કોમ્પ્યુટરાઇઝેશનનો કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ છે. રાજયની કુલ ૧૪૦૧૭ ગ્રામ પંચાયતોને કોમ્પ્યુટરર્સ અને આનુસંગીક સાધનો પુરા પાડવામાં આવેલ છે.

આ યોજના અંતર્ગત જન્મ-મરણો દાખલો, આવકનો દાખલો, ચારીત્ર પ્રમાણ પત્ર, જાતીનું પ્રમાણ પત્ર, આકરણી, બીપીએલ યાદી ૭/૧ર અને ૮-અ ના ઉતારા, કરવેરા ભર્યાની પહોંચ, વિવિધ યોજનાઓના અરજી ફોર્મ, ધોરણ-૧૦ અને ૧ર ના રીઝલ્ટ જેવી અગત્યની સેવાઓ ગ્રામ પંચાયત ઓફીસેથી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. રાજયની ૧૪૦૦૬ ગ્રામ પંચાયત ૩૩ જીલ્લા પંચાયત અને ર૪૭ તાલુકા પંચાયત કચેરીઓને (જીસ્વન) કનેકટીવીટીથી જોડવામાં આવેલ છે. બાકી રહેલ ગ્રા પંચાયતોને જોડવા સને ર૦૧૯-ર૦ માં કરેલ રૂ. ૧૦ કરોડની જોગવાઇ છે.

ગરીબી રેખા નીચે આવરી લેવાયેલા કુટુંબો અને અન્ય વ્યકિતઓ માટે વચેટીયાઓનું વર્ચસ્વ નાબુદ કરવા તેમજ ગરીબોને યોજનાઓનો પુરે પુરે લાભ મળી રહે તે હેતુ સુનિશ્ચિત કરવામાં આવેલ છે. યોજનાઓના લાભાર્થીઓને એક જ દિવસે તેમને મળવા પાત્ર સહાયની રકમ આપવાાં આવે છે. અત્યાર સુધીમાં કુલ ૧પ૩૦ ગરીબ કલ્યાણ મેળાયોજી વિવિધ ખાતાઓની વિવિધ યોજનાઓના ૧.૪૭ કરોડ લાભાર્થીઓને કુલ રૂ. ર૬.૭૬ કરોડની સહાય ચુકવવામાં આવેલ છે.

૧૪ મું નાણાપંચ

ગુજરાત રાજયને ૧૪ માં નાણાપંચ અંતર્ગત વર્ષ ર૦૧પ-૧૬ થી ર૦૧૯-ર૦ ના સમયગાળા માટે અંદાજીત મળનાર બેઝિક ગ્રાન્ટ રૂ. ૭૭૭૧.ર૬ કરોડ અને પરફોર્મન્સગ્રાન્ટ રૂ. ૮૬૩.૪૭ કરોડ મળવા પાત્ર થાય છે.

સ્વચ્છ ગામ સ્વસ્છ ગામ યોજના

ગામમાં સફાઇ યોગ્ય રીેતે થાય અને સફાઇ પ્રત્યે સભાનતા, જાગૃતી કેળવી ગ્રામ્ય પ્રજાનું આરોગ્યલક્ષી જીવન સ્તર ઉચ્ચુ લઇ જવા માટે પ્રોત્સાહન રૂપે સફાઇ અને સ્વચ્છતા માટે સહાય આપવામાં આવે છે. આ યોજનાનો અમલ સને ર૦૦૭-૦૮ના વર્ષથી કરવામાં આવે છે.

આ યોજના અંતર્ગત જે ગામ જેટલો સફાઇ વેરો ઉઘરાવશે તેટલી રકમ રાજય સરકાર પ્રોત્સાહક ગ્રાન્ટ તરીકે ફાળવશેે. તેમજ જે ગામ ૧૦૦ ટકા સફાઇ વેરો ઉઘરાવશે તેને રાજય સરકાર પ્રોત્સાહક ગ્રાન્ટની બમણી રકમ આપવામાં આવે છે.

સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ યોજના વર્ષ ર૦૧૮-૧૯ના બજેટમાં રૂ. ૧૦ કરોડની જોગવાઇ કરવામાં આવેલ હતી તે પૈકી માર્ચ ર૦૧૯ સુધીમાં રૂ. ૯.૬૪ કરોડનું અનુદાન સહાયના રૂપમાં આપવામાં આવેલ છે.

મહાત્મા ગાંધી સ્વચ્છતા મીશન (ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન)

ગામ લોકોના આરોગ્યમાં સુધારો કરવા અને સ્વચ્છ સમાજનું નિર્માણ કરવા મહાત્મા ગાંધી સ્વચ્છતા મીશન નીચે ગામડાઓમાં શહેરીઓની સફાઇ સાથ, બીમારીઓનું પ્રમાણ ઘટે અને પ્રાણી જન્ય રોગો અંકુશમાં આવે તેમજ સફાઇ વેરો નાખવાનું પંચાયતોને પ્રોત્સાહન મળે તે હેતુથી સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ માટે ગ્રામ પંચાયતને સફાઇના સાધનો પુરા પાડવાની જોગવાઇ કરવામાં આવેલ છે.

વર્ષ ર૦૧૬-૧૭ થી રાજયની તમામ ગ્રામ પંચાયતો આવરી લઇ ડોર ટુ ડોર ધન કચરાનું કલેકશન કરી, લેન્ડ ફીલ્ડ સાઇટ સુધી લઇ જવા માટે વ્યકિત દીઠ રૂ. રની માસીક સહાય ચુકવવામાં આવે છે.

સમરસ ગ્રામ પંચાયત યોજના

ગુજરાત રાજયના ગામોમાં વેરઝેર, કાવાદાવા, વેમનશ્ય ઉભા ન થાય તેવી ભાવના ઉજાગર કરવા માટે વર્ષ ર૦૦૧ થી રાજયમાં સમરસ ગ્રામ પંચાયત યોજના અમલમાં મુકેલ છ.ે સર્વે સંમતિથી બીન હરીફ ચુંટાયેલ પંચાયતોના પદાધિકારીઓના ચુંટણીના પરીણામ બાદ પ્રોત્સાહક રકમ ચુકવવામાં આવે છે.

અત્યાર સુધીમાં ૧૩ર૭૬ સમરસ ગ્રામ પંચાયતો જાહે રથયેલ છ.ે તે પેકી ૬૪૦ ગ્રામ પંચાયતો મહિલા સમરસ થયેલ છે.

તીર્થગામ-પાવનગામ

ગામડાઓમાં ભાઇચારો, સામાજીક સદ્દભાવના, શાંતી, ગામનો સર્વાગી વિકાસ કરવાના હેતુસર તીર્થગામ પાવનગામની યોજના અમલમાં મુકેલ છે.

ગ્રામ કક્ષાએ ૩ વર્ષમાં એક પણ ગુનો નોંધાયેલ ન હોય તેવા ગામોને પાવનગામ અને છેલ્લા પ વર્ષમં ગામમાં એક પણ ગુનો નોંધાયેલ ન હોય તો તેવી ગ્રામ પંચાયતને તીર્થગામ જાહેર કરવામાંં આવેલ છે. પાવનગામને રૂ.૧ લાખ અને તીર્થગામને રૂ. ર લાખની પ્રોત્સાહન ગ્રાન્ટ આપવામાં આવેલ છે.

માર્ચ ર૦૧૯ની સ્થિતીએ ગુજરાત રાજયમાં કુલ ૧,રર૪ ગામોને તીર્થગામ-પાવનગામ તરીકે જાહેર કરવામાં આવેલ છે. સનો ર૦૧૯-ર૦ માં તીર્થ ગામ -પાવનગામ યોજનામાં રૂપિયા ૩૦ લાખ ખર્ચ થયેલ છે.

(5:00 pm IST)