Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

પેટા ચુંટણીઓમાં ભાજપની ભવ્ય જીત, ગુજરાતની જનતા અને કાર્યકરોનો ખુબ ખુબ આભારઃ વિજયભાઇ રૂપાણી

રાજકોટઃ ગુજરાતમાં યોજાયેલ મહાનગર પાલીકા, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયતની પેટા ચુંટણીઓમાં ભાજપનો ભવ્ય વિજય થતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આ જીતને વધાવી છેઃ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ટવીટ કરીને જણાવ્યું છે કે ગુજરાતમાં યોજાયેલી મહાનગર પાલીકા, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયતની પેટા ચુંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છેઃ ગુજરાતની જનતા અને કાર્યકરોનો ખુબ ખુબ આભાર માનું છું : અત્યાર સુધી જાહેર થયેલ ૧૧૧ સીટમાંથી ૯૬ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે તેમ વિજયભાઇરૂપાણીએ અંતમાં જણાવ્યું હતું.

(3:00 pm IST)