Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

ડી.થારા કેન્દ્રના શહેરી વિકાસ વિભાગમાં મૂકાયાઃ બોટાદ કલેકટરનો ચાર્જ ડી.ડી.ઓ.ને

નટરાજન, અજયભાદુ, સુજિતકુમાર અજયકુમાર બાદ વધુ એક અધિકારી ગુજરાત બહારઃ અજયભાડુ રાષ્ટ્રપતિ ભવન જતા હવાલો કમિશનર શાલીની અગ્રવાલને

રાજકોટ તા.૨૩: છેલ્લા એક અઠવાડિયામાં ગુજરાતના ચોથા અધિકારીની ગુજરાત બહાર નિમણૂક  થઇ છે ટી.નટરાજન વોશીંગ્ટનમાં, અજય ભાદુ રાષ્ટ્રપતિ ભવનમાં અને બોટાદના કલેકટર સુજિતકુમાર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના અંગત સચિવ તરીકે નિયુકત થયા બાદ હવે જી.આઇ.ડી.સી.ના એમ.ડી.ડી.દ્વારાને ભારત સરકારના શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં સંયુકત સચિવ તરીકે મૂકવામાં આવ્યા છે. જી.એસ.ટી.ના અજયકુમારની કેન્દ્રમાં પેટ્રોલિયમ મંત્રીના અંગત સચિવ તરીકે બદલી થઇ છે.

બોટાદના કલેકટરનો વધારાનો હવાલો જિલ્લા વિકાસ અધિકારી આશિષકુમારને સોપાયો છે. વડોદરામાં અજય ભાદુની જગ્યાએ નવી નિમણૂક ન થાય ત્યાં સુધી કલેકટર શાલીની અગ્રવાલ વધારાનો હવાલો સંભાળશે.

ગુજરાતના આઇ.એ.એસ.કેડરના ૩ અધિકારીઓ અમૃતભાઇ પટેલ જે.કે.ગઢવી અને નલીન ઠાકર ૩૧ જુલાઇએ નિવૃત થઇ રહ્યા છે.

(12:07 pm IST)