Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

સુરતના માંડવીના ઉતેવાના લંપટ શિક્ષકે વિદ્યાર્થીની શારીરિક છેડતી કરતા ધરપકડ

છેલ્લા બે વર્ષમાં 15થી વધુ વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અડપલાં કર્યા

 સુરતના માંડવી તાલુકાના ઉતેવા ગામના લંપટ શિક્ષકે તેના જ ગામની વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક છેડતી કરી હતી. છેડતીના મામલે લંપટ શિક્ષક પંકજ ચૌધરીને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે શિક્ષકની પુછપરછમાં છેડતી કર્યાની કબુલાત કરતા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

   અત્રે ઉલ્લેખનિય છે કે આ શિક્ષકે છેલ્લા બે વર્ષમાં 15થી વધુ વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અડપલાં કર્યા હતા. શિક્ષકના આ કરતુતથી સમગ્ર વિસ્તારમાં રોષ જોવા મળી રહ્યો છે.

(8:51 pm IST)