Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

રેવન્યુ કાયદાના ભીષ્મ પિતામહ વૈકુંઠભાઈનું નિધન

અમદાવાદ, તા. : વૈકુંઠભાઈ કાલીદાસ ત્રિવેદીનો જન્મ હાલના સિંધ પાકિસ્તાનમાં આવેલ થરપાકરમાં --૧૯૨૯ના રોજ થયો હતો. ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે ઊંટ પર બેસી પાકિસ્તાન છોડી ભારત આવ્યા હતા. તેમના મામાથી પ્રભાવિત થઈ વકીલ બનવાનું નક્કી કર્યું. પહેલા પાલનપુર ત્યારબાદ અમદાવાદમાં બોર્ડીંગમાં રહી અભ્યા સાથે સાથે કારકુનની નોકરી કરતા. ખૂબ તકલીફ વેઠીને ભણતરની સાથે નોકરી કરતા. સન ૧૯૫૬માં સનદ મેળવી અમદાવાદમાં વકીલાત રૂ કરી ૧૯૫૬માં આવેલ ગણોતધારા કાયદા ઉપર ગણોતિયા જમીન માલિકના અનેક કેસો લડ્યા. સમગ્ર ગુજરાતમાં ખૂબ પ્રચલિત થયા. અનેક ધાર્મિક સંસ્થાઓના જમીનના કેસો લડી નિસ્વાર્થ ભાવે સેવા આપી. કર્મ ધર્મ બસ ભાવના સાથે સતત કાર્યશીલ રહ્યા. ૯૦ વર્ષની વયે પણ એટલી સ્ફૂર્તિ સાથે નિયમિત ઓફિસ કોર્ટ જતા. અસીલોમાં દાદા અને વકીલ વર્તુળમાં રેવન્યુ કાયદાના ભીષ્મ પિતામહથી પ્રચલિત હતા. તા.૪થી જૂને ૯૧ વર્ષની વયે તેમનું અવસાન થયું.

(9:18 pm IST)