Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

ન્યુમોનિયા અસરવાળા પોઝીટીવ દર્દીનો સીટી સ્કેન રિપોર્ટ કઢાવો

વિપક્ષી નેતા દિનેશ શર્માની રજુઆત

અમદાવાદ, તા. : ન્યુમોનિયાના દર્દીને કોરોના પોઝીટીવ આવ્યો હોય તો તેવા સંજોગોમાં દર્દીને રજા આપતા પહેલા સંપૂર્ણ સીટી સ્કેન કે પછી કોરોનાનો રિપોર્ટ કરવો જોઈએ તેવી રજુઆત કોર્પોરેશનના વિપક્ષના નેતા દિનેશ શર્માએ મ્યુનિસિપલ કમિશનરને કરી છે.

              વિપક્ષી નેતા દિનેશ શર્માએ અરજીમાં જણાવ્યું હતું કે શહેરમાં કોરોનાની સ્થિતિ કાબુમાં આવી રહી નથી. સતત વધતા કેસ અમારી ચિંતાનો વિષય છે. કોર્પોરેશનની એસવીપી હોસ્પિટલોમાં દર્દીઓને ડિસ્ચાર્જ કરવાની જે પોલિસી અપનાવવામાં આવી છે જે ખામીયુક્ત છે. શહેરમાં ન્યુમોનિયાની અસર ધરાવતા કોરોના પોઝીટીવ દર્દીને દાખલ કરવામાં આવી રહ્યા છે પછી પાંચ કે સાત દિવસ બાદ કે પછી ૧૪ દિવસની સારવાર બાદ રજા આપવામાં આવી રહીછે. જેમાં એક્સરેના આધારે ન્યુમોનિયા મટી ગયો છે તેમ માનીને દર્દીઓને રજા આપવામાં આવી રહી છે સંજોગોમાં અમારુ સ્પષ્ટ માનવું છે કે કોરોના પોઝીટીવ દર્દીને ન્યુમોનિયાની અસર હોય તેવા સંજોગોમાં તેને રજા આપતા પહેલા સંપૂર્ણ સીટી સ્કેન કે કોરોના રિપોર્ટ કરવામાં આવે.

(7:46 pm IST)